CWC19: આજે રોહિત શર્મા તોડી શકે છે સૌથી મોટો રેકોર્ડ

રોહિત આજે રેકોર્ડ તોડી શકશે? (Photo-AP)

શ્રીલંકા સામેની લીગ મેચમાં રોહિત શર્માના પ્રદર્શન પર સૌની નજર

  • Share this:
    500થી વધુ રન, ચાર સદી, 90થી વધુ સરેરાશ અને 100ની નજીક સ્ટ્રાઇક રેટ, વર્લ્ડ કપમાં રોહિત શર્માની ધૂમ છે. તે એક પછી એક રનોનો ડુંગર ઊભો કરી રહ્યો છે. આજે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ટકરાશે. આ મુકાબલામાં રોહિતની પાસે તક હશે કે તે વર્લ્ડ કપનો સૌથી મોટો રેકોર્ડ તોડવાનો.

    તૂટી શકે છે સદીઓનો રેકોર્ડ

    એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી કરવાનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે છે. 2015માં તેણે 4 સદી કરી હતી. રોહિત શર્મા પણ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 4 સદી ફટકારી ચૂક્યો છે. એટલે કે તે વધુ એક સદી ફટકારી લે છે તો આ રેકોર્ડ તેના નામે થઈ જશે. આ રેકોર્ડને તોડવા માટે રોહિત પાસે ઓછામાં ઓછી બે મેચ છે. જો ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચે છે તો પછી રોહિતને આ રેકોર્ડ તોડવા માટે વધુ એક તક મળશે.

    સચિનની બરાબરી

    રોહિત શર્મા સચિનના રેકોર્ડની પણ બરાબરી કરી શકે છે. જો વર્લ્ડ કપમાં ઓવરઓલ સદીની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ હાલ સચિન તેંડુલકરના નામે છે. તેણે સૌથી વધુ 6 સદી કરી છે. રોહિત આ રેકોર્ડને તોડવાથી બસ બે ડગલાં દૂર છે. રોહિતે અત્યાર સુધી કુલ મળીને 5 સદી ફટકારી છે. સંગાકારના નામે પણ 5 સદી છે.

    આ પણ વાંચો, શોએબ મલિકે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટથી સંન્યાસ લીધો

    વર્લ્ડ કપ 2019માં રોહિતનું પ્રદર્શન

    આ વખતે રોહિત શર્મા સૌથી વધુ રન કરનારા બેટ્સમેનની યાદીમાં હાલ બીજા નંબરે છે. રોહિતે અત્યાર સુધી 544 રન કર્યા છે. જેમાં ચાર સદી સામેલ છે. છેલ્લી બે મેચમાં તેણે સતત બે સદી ફટકારી છે. ઈંગ્લેન્ડની વિરુદ્ધ 102 રન અને પછી બાંગ્લાદેશની વિરુદ્ધ 104 રન. શ્રીલંકાની વિરુદ્ધ રોહિત શર્મા પહેલા જ બે ડબલ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. એટલે કે આજે તેની પાસે વધુ એક રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક મળશે.
    Published by:Mrunal Bhojak
    First published: