Home /News /sport /

બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણી જોઈને હારી જશે ટીમ ઇન્ડિયા :બાસિત અલી

બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણી જોઈને હારી જશે ટીમ ઇન્ડિયા :બાસિત અલી

બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણી જોઈને હારી જશે ટીમ ઇન્ડિયા :બાસિત અલી

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ કહ્યું - ફિક્સ છે વર્લ્ડ કપ!

    આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં ભારતીય ક્રિકેટ ટીમ આસાનીથી સેમિ ફાઇનલમાં સ્થાન બનાવે તેવી સંભાવના છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ પોતાના સારા પ્રદર્શન સિવાય અન્ય ટીમોના ખરાબ પ્રદર્શન પછી જ અંતિમ -4માં સ્થાન બનાવી શકે છે. આવા સમયે પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન બાસિત અલીએ ઘણું અજીબોગરીબ નિવેદન આપ્યું છે. બાસિત અલીએ એક ન્યૂઝ ચેનલ ઉપર કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ તો પોતાની મેચો જીતી જશે પણ તેને ખતરો ઇન્ડિયાથી છે, જે બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણી જોઈને ખરાબ રમશે અને મેચ હારી જશે.

    બાસિત અલીના આ નિવેદને ત્યાં હાજર રહેલા બધા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બાસિત અલીએ ઇશારો-ઇશારોમાં એમ પણ કહી દીધું હતું કે ઓસ્ટ્રેલિયાએ જાણી જોઈને ટીમ ઇન્ડિયા સામે મેચ ગુમાવી છે. અલીએ એ પણ આરોપ લગાવ્યો હતો કે 1992ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમ જાણી જોઈને પાકિસ્તાન સામે સેમિ ફાઇનલ મેચ હારી ગઈ હતી. બાસિત અલલીના નિવેદનથી એન્કરથી લઈને ગેસ્ટ પેનલમાં બેસેલા બીજા લોકો પણ ચકિત થયા હતા.



    આ પણ વાંચો - પતિને મોટો સુઅર કહેતા રડી પડી હતી સરફરાઝ અહમદની પત્ની

    પાકિસ્તાનને જોઇશે ભારતનો સાથ
    આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં સેમિ ફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે જીતવું જરુરી છે. જોકે તેની સાથે-સાથે તેની નજર ભારત ઉપર પણ રહેશે. ભારત પોતાની મેચ વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ સામે રમવાનું છે. જો ભારતીય ટીમ ઇંગ્લેન્ડ કે બાંગ્લાદેશ સામે મેચ ગુમાવે તો પાકિસ્તાનની સેમિ ફાઇનલમાં પહોંચવાની તુટી શકે છે. શ્રીલંકા સામે પણ ભારત મેચ ગુમાવે તો પાકિસ્તાન સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઈ શકે છે. જોકે ટીમ ઇન્ડિયા આ ટીમો સામે હારે તેવી સંભાવના ઓછી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Sri lanka, World cup, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन