ઈંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાનમાં ખુલ્લા પગે ફરી!

ઈંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાનમાં ખુલ્લા પગે ફરી!
મેદાન પર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ (photo-AP)

CWC19: ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને મેદાનમાં ખુલ્લા પગે ફરતાં જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાયા

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 11 જુલાઈએ રમાશે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટોમ પ્રેક્ટિસ કરતી જોવા મળી. આ દરમિયાન એજબેસ્ટનના મેદાન પર આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું. ઓસ્ટ્રેલિયાની ટીમ ખુલ્લા પગે મેદાન પર ફરી રહી હતી. સામાન્ય રીતે મેદાન પર ખેલાડી જૂતા પહેરીને મેદાનમાં ઉતરે છે. જેના કારણે દરેક લોકો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને જોઈને આશ્ચર્યમાં મૂકાયા હતા.

  ખુલ્લા પગે ટોળું વળીને બેઠા હતા  મેદાનની વચ્ચોવચ ખેલાડી ખુલ્લા પગે એક સાથે ટોળું વળીને બેઠા હતા. એવું લાગી રહ્યું હતું જાણે ખેલાડી કોઈ પ્રાર્થનમાં લીન હોય. ઘણા સમય સુધી તમામ ખેલાડીઓ બેસી રહ્યા. ત્યારબાદ આ બધાએ મેદાન પર ખુલ્લા પગે ફરવાનું શરૂ કરી દીધું.

  કોચે શું કહ્યું?

  ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરને જ્યારે પૂછવામાં આવ્યું કે ખેલાડીઓ ખુલ્લા પગે કેમ ફરી રહ્યા હતા? તો તેઓએ કહ્યું કે, અમે લોકો આઉટફિલ્ડ કેવી છે તે અનુભવી રહ્યા હતા.

  ખુલ્લા પગે પીચનું નિરીક્ષણ કરતાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ (Photo-Cricket Australia)


  વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા

  ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ છે. ઓસ્ટ્રેલિયાએ 5 વાર (1987, 1999, 2003, 2007, 2015) વર્લ્ડકપ ટાઇટલ પોતાના નામે કર્યુ છે. આ ઉપરાંત ટીમ 1975 અને 1996ની ઉપ-વિજેતા પણ રહી ચૂકી છે. 1975માં વેસ્ટ ઈન્ડિઝ અને 1996માં શ્રીલંકાએ તેને ફાઇનલમાં હરાવી હતી. 2011માં ઓસ્ટ્રેલિયાએ ક્વાર્ટરફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યાર સુધી સૌથી વધુ વર્લ્ડ કપ મેચ રમી છે અને તેની જીત-હારનો રેકોર્ડ પણ સૌથી સારો છે.

  આ પણ વાંચો, CWC19: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની તો આટલા કરોડનું ઈનામ મળશે!
  First published:July 09, 2019, 14:27 pm

  ટૉપ ન્યૂઝ