સેમિ ફાઇનલ હારીને પણ ભારતીય ક્રિકેટ ટીમ બની કરોડપતિ!

News18 Gujarati
Updated: July 11, 2019, 8:07 PM IST
સેમિ ફાઇનલ હારીને પણ ભારતીય ક્રિકેટ ટીમ બની કરોડપતિ!
સેમિ ફાઇનલમાં ભારતનો 18 રને પરાજય થયો હતો.

લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર યોજનાર ફાઇનલમાં વિજેતા થનારી ટીમને ચમકતી ટ્રોફીની સાથે સાથે ચાર મિલિયન ડોલર (આશરે 28 કરોડ રૂપિયા)નો ચેક આપવામાં આવશે.

  • Share this:
વર્લ્ડ કપ 2019ની સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હારની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાહકો તેમજ નિષ્ણાતો ભારતીય ટીમની હારનું વિશ્લેષણ કરી રહ્યા છે. જોકે, આ હાર વચ્ચે પણ ટીમ ઇન્ડિયા કરોડપતિ બનીને ભારત પરત ફરશે. હકીકતમાં લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર યોજનાર ફાઇનલમાં વિજેતા થનારી ટીમને ચમકતી ટ્રોફીની સાથે સાથે ચાર મિલિયન ડોલર (આશરે 28 કરોડ રૂપિયા)નો ચેક આપવામાં આવશે. જોકે, સેમિ ફાઇનલમાં હારનારી બંને ટીમોને 5.5-5.5 કરોડ રૂપિયા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમ દાવ પર છે.

નોંધનીય છે કે ચેમ્પિયન્સ લીગ દુનિયાની સૌથી મોટી ફૂટબોલ લીગ છે. તેની વિજેતા ટીમને ઇનામ સ્વરૂપે રૂ. 150 કરોડ આપવામાં આવે છે. અમેરિકામાં યોજનારા બોસ્કેટબોલ ટૂર્નામેન્ટ એનબીએ વિજેતાને રૂ. 139 કરોડ આપવામાં આવશે. આ બંનેની સરખામણીમાં વન ડે વર્લ્ડ કપ ચેમ્પિયનને બહુ ઓછી રકમ મળે છે.ક્રિકેટ વર્લ્ડ કપમાં આટલી રકમ મળે

- વર્લ્ડ કપ 2019 વિજેતા ટીમને રૂ. 28 કરોડ, એક ટ્રોફી અને ખેલાડીઓને વિનર બેઝ આપવામાં આવશે.
- વર્લ્ડ કપ 2019ની ઉપ-વિજેતા ટીમને રૂ. 14 કરોડ અને ખેલાડીઓને રનરઅપ બેઝ આપવામાં આવશે.- વર્લ્ડ કપ 2019ની સેમિ ફાઇનલ હારનાર ટીમોને રૂ. 5.5-5.5 કરોડ આપવામાં આવશે.
- વર્લ્ડ કપ દરમિયાન લિગ મેચ જીતનાર ટીમને રૂ. 28 લાખ મળ્યાં છે.

વિજેતા ટીમને અસલી ટ્રોફી નહીં મળે

- વર્લ્ડ કપની ટ્રોફી 11 કિલોગ્રામની હોય છે. આ ટ્રોફી સોના અને ચાંદીની બનેલી હોય છે. તેની ઊંચાઈ 60 સેન્ટીમીટર હોય છે. તેને બનાવવા માટે બે મહિનાનો સમય લાગ્યો છે. તેના ઉપર એક ગોળો હોય છે જે સોનાથી બનેલો છે.

- આ ગોળો ત્રણ વળેલા થયેલા સ્તંભના સહારે ટકેલો હોય છે. આ સ્તંભોનો આકાર સ્ટમ્પ અને બેલ્સ જેવો હોય છે. આ ટ્રોફીને પ્રથમ વખત 1999માં બનાવવામાં આવી હતી.

- અસલી ટ્રોફી આઈસીસી પોતાની પાસે રાખે છે, જ્યારે તેની રેપ્લિકા વિજેતા ટીમને આપવામાં આવે છે.
First published: July 11, 2019, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading