વર્લ્ડ કપ : સેમિ ફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાંથી બે લોકોની છુટ્ટી

સેમિ ફાઇનલમાંથી ટીમની સફરનો અંત.

ટીમ ઇન્ડિયાના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ અને ટીમના ફિટનેસ કોચ શંકર બાસુએ રાજીનામાં આપી દીધા છે.

 • Share this:
  આઈસીસી વર્લ્ડ કપ 2019ની સેમિ ફાઇનલમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાં રાજીનામાનો દૌર શરૂ થયો છે. ટીમ ઇન્ડિયાના બે સહાયક સ્ટાફે પોતાના પદ પરથી રાજીનામાં ધરી દીધા છે. ટીમ ઇન્ડિયાના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ અને ટીમના ફિટનેસ કોચ શંકર બાસુએ રાજીનામાં આપી દીધા છે. હવેથી ટીમ ઇન્ડિયાને કોંચિંગ સ્ટાફના આ બે મુખ્ય લોકોની સેવા નહીં મળે.

  પેટ્રિક ફરહાર્ટનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપ સુધી હતો. ઇન્ડિયન એક્સપ્રેસના કહેવા પ્રમાણે, બીસીસીઆઈએ આ બંનેને નવો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ બંનેએ કોન્ટ્રાક્ટને ચાલુ રાખવાની ઈચ્છા દાખવી ન હતી. ફિઝિયો પેટ્રિક ફરહાર્ટે ટ્વિટ કરીને લખ્યું કે, '"ભારતીય ટીમ સાથે આજે મારો છેલ્લો દિવસ હતો. હું ઇચ્છતો હતો તેવું ટીમનું પ્રદર્શન ન રહ્યું. હું બીસીસીઆઈનો આભાર માનું છું કે, જેણે મને ભારતીય ટીમ સાથે ચાર વર્ષ સુધી કામ કરવાનો મોકો આપ્યો. ભારતીય ટીમ અને સહાયક સ્ટાફને હું ભવિષ્યની સફર માટે શુભેચ્છા પાઠવું છું."

  શંકર બાસુને વર્લ્ડ કપ પછી ટીમ સાથેથી અલગ થવા પર કહ્યું કે, તેઓ થોડા સમય માટે વિરામ લેવા માંગે છે. બંનેએ આને લઈને ટીમ મેનેજમેન્ટને જાણકારી આપી દીધી છે.  રસપ્રદ વાત છે કે ટીમ ઇન્ડિયાના ફિટનેસ કોચ શંકર બાસુએ જ ભારતીય ક્રિકેટરો માટે યો યો ટેસ્ટ ફરજિયાત કરી હતી. બાસુ મોટાભાગે પડદા પાછળ રહીને કામ કરવા માટે જાણીતા છે. ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તેની ફિટનેસનું શ્રેય તેમને જ આપે છે. બંને વચ્ચે સારા તાલમેલનું બીજું કારણ એવું પણ છે કે બાસુ આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો પણ ભાગ રહ્યા છે. વિરાટ કોહલી આ ટીમનો કેપ્ટન છે.
  Published by:Vinod Zankhaliya
  First published: