વર્લ્ડ કપ વચ્ચે નિવૃત્તિ, પ્રશંસકો બોલ્યા - ક્રિકેટનો અડવાણી થઈ ગયો રાયડુ

આઈસીસી વર્લ્ડ કપ 2019માં સતત નજર અંદાજ કર્યા પછી ક્રિકેટર અંબાતી રાયડુએ 3 જુલાઈએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી

આઈસીસી વર્લ્ડ કપ 2019માં સતત નજર અંદાજ કર્યા પછી ક્રિકેટર અંબાતી રાયડુએ 3 જુલાઈએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી

 • Share this:
  આઈસીસી વર્લ્ડ કપ 2019માં સતત નજર અંદાજ કર્યા પછી ક્રિકેટર અંબાતી રાયડુએ 3 જુલાઈએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ
  ટીમ સતત ઈજાથી પરેશાન છે. ઇજાગ્રસ્ત શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી ઈજાગ્રસ્ત વિજય શંકર પણ બહાર થઈ ગયો હતો. વિજય શંકર બહાર થયા પછી બીસીસીઆઈએ તેના સ્થાને મયંક અગ્રવાલનો વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ કર્યો છે. બીસીસીઆઈના આ નિર્ણયથી અંબાતી રાયડુના પ્રશંસકો નારાજ થઈ ગયા છે.

  મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુની બદલે ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલની પસંદગી થતા લોકોએ ટ્વિટર ઉપર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કારણ કે વિજય શંકર મિડલ ઓર્ડર બેટ્સમેન હતો. તે ટીમમાંથી બહાર થતા તેના બદલે કોઈ બીજા મિડલ ઓર્ડર બેટ્સમેનનો સમાવેશ કરવો જોઈતો હતો. તેવો લોકોનો મત છે.

  જોકે બીસીસીઆઈ અને ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોને એવું લાગતું નથી. આ મુદ્દે અંબાણી રાયડુના પ્રશંસકે કહ્યું હતું કે તે ક્રિકેટનો લાલકૃષ્ણ અડવાણી થઈ ગયો છે. આ એક કટાક્ષ છે. વરિષ્ઠ બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીને પીએમ ઇન વેટિંગ તરીકે યાદ કરવામાં આવે છે. તેનો મતલબ એ છે કે કોઇ વ્યક્તિ રાહ જોતો જ રહે.

  આ પણ વાંચો - વર્લ્ડ કપમાં પસંદગી ન થવાથી નારાજ અંબાતી રાયડૂએ સંન્યાસની જાહેરાત કરી  રંગ દે બસંતીના હીરો સિદ્ધાર્થ પણ આવ્યો સમર્થનમાં

  અંબાતી રાયડુની પસંદગી ના થતા તેના પ્રશંસક અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થે કહ્યું હતું કે પ્રિય અંબાતી રાયડુ, તમે આના કરતા વધારે ડીઝર્વ કરો છો. માફ કર જો...પણ આ ખોટું છે. તમે મજબૂત બન્યા રહો. આ તમારી પ્રતિભા અને સમર્પણમાં કોઈ ઉણપ લાવશે નહીં.

  પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ કહ્યું હતું કે જ્યારે ટીમના ઓપનર બેટ્સમેનેન ઈજા પહોંચી ત્યારે મિડલ ઓર્ડર બેટ્સમેનની પસંદગી કરી અને જ્યારે મિડલ ઓર્ડર બેટ્સમેનને ઈજા પહોંચી તો ઓપનરને બોલાવવામાં આવ્યો છે. જોક વરિષ્ઠ વિશ્લેષક અને કોમેન્ટેટર હર્ષા ભોગલેએ તેની પસંદગી પર ખુશી વ્યક્ત કરી હતી. જોકે એ પણ યાદ અપાવ્યું હતું કે તેનું હાલનું પ્રદર્શન શાનદાર રહ્યું નથી.  પ્રશંસકોની પ્રમુખ ટિપ્પણીઓ આ પ્રકારે છે, મયંક અગ્રવાલ તે પરીક્ષામાં પાસ થઈ ગયો છે જે તેણે ક્યારેય આપી જ નથી. આ સાવ ખોટુ છે. એક વ્યક્તિ જેની એવરેજ લગભગ 50ની છે, તેના બદલે એવા ખેલાડીની પસંદગી થાય છે જેને કોઈ અનુભવ નથી. દરેક જગ્યાએ રાજનીતિ થઈ રહી છે. અંબાતી રાયડુને વર્લ્ડ કપ જોવા માટે 3ડી ચશ્મા મંગાવવાને લઈને કરેલું ટ્વિટ હંમેશા દુખ આપશે.
  Published by:Ashish Goyal
  First published: