Home /News /sport /

FIFA WC 2018 : ગોલ ફટકારીને પણ ગ્રીઝમેને ન કરી ઉજવણી, કારણ જાણીને કરશો સલામ

FIFA WC 2018 : ગોલ ફટકારીને પણ ગ્રીઝમેને ન કરી ઉજવણી, કારણ જાણીને કરશો સલામ

તસવીર - ટ્વિટર

    ફિફા વર્લ્ડ કપ-2018ની ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સે ઉરુગ્વેને 2-0થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફ્રાન્સ તરફથી રાફેલ વરાન અને એન્ટોની ગ્રીઝમેને 1-1 ગોલ કર્યો હતો. આ મેચમાં ગ્રીઝમેન મેન ઓફ ધ મેચ બન્યો હતો. ફ્રાન્સની જીતમાં ગ્રીઝમેને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી છતા તેણે જીતની ઉજવણી કરી ન હતી. તે ઉરુગ્વે પ્રતિ સન્માન વ્યક્ત કરતા એકદમ શાંત રહ્યો હતો.

    મેચ પછી ગ્રીઝમેને કહ્યું હતું કે પ્રોફેશનલ ફૂટબોલર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી ઉરુગ્વેના પ્રશંસકોએ મને ઘણો સપોર્ટ કર્યો હતો. તેમણે મને રમતની સારી બાબતો અને ખરાબ બાબતો શીખવાડી હતી. જેથી તેમની સામે ઉજવણી કરવી યોગ્ય ન ગણાય.

    શુક્રવારે મેચ પહેલા ગ્રીઝમેન ઉરુગ્વેના ખેલાડીઓ અને પ્રશંસકોને આત્મીયતા સાથે મળ્યો હતો. ગ્રીઝમેન ઉરુગ્વેના ખેલાડી ડિએગો ગોડિન અને જોસ ગ્રિમેજનો ખાસ મિત્ર છે. આટલું જ નહીં ઉરુગ્વે અને આર્જેન્ટિનામાં પણ તેના પ્રશંસકો મોટી સંખ્યામાં છે.

    ફ્રાન્સ સેમિફાઇનલમાં બેલ્જિયમ સામે ટકરાશે. બેલ્જિયમે અન્ય એક સેમિફાઇનલમાં બ્રાઝિલને 2-1થી હરાવી અપસેટ સર્જ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Fifa-2018

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन