જાણો, 2011માં વર્લ્ડ કપ જીતી લાવનાર Team Indiaનો કયો ખેલાડી અત્યારે શું કરે છે?

જાણો, 2011માં વર્લ્ડ કપ જીતી લાવનાર Team Indiaનો કયો ખેલાડી અત્યારે શું કરે છે?
ફાઇલ તસવીર

વર્ષ 2011માં વર્લ્ડ કપ (World Cup 2011) જીતી ટીમ ઇન્ડિયાએ (team India) ઇતિહાસ રચ્યો હતો.

  • Share this:
વર્ષ 2011માં વર્લ્ડ કપ (World Cup 2011) જીતી ટીમ ઇન્ડિયાએ (team India) ઇતિહાસ રચ્યો હતો. આજે પણ તે દિવસને લોકો ભૂલી શકતા નથી. 10 વર્ષ બાદ આજે તે સમયની ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ નિવૃત થઈ ચૂક્યા છે. ત્યારે ક્રિકેટનેક્સ્ટ દ્વારા તે સમયની ટીમના સભ્યો અત્યારે શું કરી રહ્યાં છે, તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ધોની


ધોનીની ગણતરી ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કૅપ્ટનમાં થાય છે. તેને પાંચ વર્લ્ડકપ જીતવાની ઈચ્છા હતી. જોકે, તે 2031માં ચેમ્પિયન ટ્રોફી જીતવામાં સફળ રહ્યો હતો. 2020માં તેણે નિવૃત્તિની જાહેરત કરી દીધી. અત્યારે ધોની આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમી રહ્યો છે.

સચિન તેંડુલકર
વિશ્વ કપ જીત્યા પછી તેંડુલકર 10 વનડે મેચ રમ્યો હતો. તેણે 2013માં તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. નિવૃત્તિ પહેલા તે 100 સદી બનાવનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો હતો. ત્યારથી તે સામાજિક જવાબદારીમાં રહ્યો છે, તાજેતરમાં તેણે કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

વિરેન્દ્ર સેહવાગ
ધૂંઆધાર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ 2015 સુધી ભારતની ટીમમાં હતો. તેનું ફોર્મ બગડવા લાગતા તેણે  નિવૃત્તિ લીધી હતી. તે એક સફળ બિઝનેસમેન છે. આ સાથે જ તે સોશ્યલ મીડિયામાં પણ ખૂબ સક્રિય છે. વિરુ તાજેતરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનો ભાગ હતો, જ્યાં તેણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.

Small Savings Schemes:સુકન્યા સમૃદ્ધિ યોજના, PPF,SCSS,KVP રોકાણ કરવા માટે કયું છે શ્રેષ્ઠ ઓપશન

ગૌતમ ગંભીર
ડાબોડી બેટ્સમેન 2018માં ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો. હાલ તે રાજકારણમાં સક્રિય છે. તે ભાજપમાં જોડાયા બાદ સાંસદ બન્યો છે. આઈપીએલમાં તે સૌથી સફળ કેપ્ટન હતો. તેણે કેકેઆરને 2012 અને 2014માં બે વખત જીત અપાવી હતી. ભારત છેલ્લે મેચ 2016માં રમ્યો હતો.

વિરાટ કોહલી
2011થી ટીમ વતી અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા બે ખેલાડીમાંઓથી એક ખીલાડી કોહલી છે. ધોની પાસેથી ટીમનું સુકાન મેળવ્યા બાદ તે ટીમ ઇન્ડિયાને નવી ઊંચાઈ પર લઈ ગયો છે. તેનું ફોર્મ જોરદાર રહ્યું છે. કોહલી વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બન્યો છે. તેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે અને જૂનમાં ન્યુઝીલેન્ડ સામે રમશે. હાલમાં તે આઈપીએલની તૈયારીઓમાં વ્યસ્ત છે.

પંચમહાલમાં ઉગતું આ ફળ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે લાભદાયી, પથરાળ જમીનમાં પણ થાય છે

યુવરાજ સિંહ
2011ના વર્લ્ડ કપમાં તે પ્લેયર ઓફ ધી ટૂર્નામેન્ટ હતો. વર્લ્ડ કપ બાદ તેણે કેન્સરને પણ હરાવ્યું અને ટીમમાં સફળ રીતે પરત ફર્યો હતો. પરંતુ તેનું ફોર્મ નબળું પડ્યા બાદ તે ટીમની અંદર-બહાર રહેતો હતો. તેણે 2019માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાલ તે કેન્સર સામે સામાજિક જાગૃતિ માટે અભિયાન ચલાવે છે.

સુરેશ રૈના
ધોનીની સાથે રૈનાએ પણ 2020માં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે 2018માં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું. પરંતુ તે પહેલાં લિમિટેડ ઓવરના ફોર્મેટમાં પોતાનું સ્થાન નિયમિત હતું. તે હજી પણ આઈપીએલ સક્રિય રીતે રમી રહ્યો છે. આગામી સિઝન માટે પણ તૈયાર છે.

યુસુફ પઠાણ
વર્ડ કપની જીત બાદ તે માત્ર છ વનડે મેચ રમ્યો હતો. તે આઈપીએલમાં એક્ટિવ છે. તેણે ગયા મહિને જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તે ભારતીય  ટીમની ટોચની શ્રેણીઓનો ભાગ હતો. તાજેતરમાં તે રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં પણ રમ્યો હતો.

19 હજારના આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે 8 હજારનું ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર?

હરભજન સિંઘ
હરભજન હજી પણ એક સક્રિય ખેલાડી છે. હરભજને તેની છેલ્લી મેચ 2016માં ભારત તરફથી રમી હતી. જોકે તેણે પણ આઈપીએલમાં રમવાનું ચાલુ રાખ્યું છે. તે  બ્રોડકાસ્ટર્સ તરીકે પણ જોડાયેલો છે.

રવિચંદ્રન અશ્વિન
અશ્વિન વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાં સ્થાન ધરાવે છે. તેણે ભારતને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. તે વનડે ટી 20માં 2017થી ટીમમાં નથી. જોકે, ટેસ્ટ ટીમમાં કાયમી છે.

પિયુષ ચાવલા
ચાવલાની છેલ્લી મેચ વર્લ્ડ કપની છેલ્લી મેચ હતી. 2012માં તેણે ખૂબ ઓછી ટી20 મેચ રમી હતી. પરંતુ તે આઈપીએલમાં નિયમિત પ્લેયર છે. તે ફરી આગામી આઇપીએલમાં જોવા મળશે.

ઝહીર ખાન
ઝહીર વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તે 2015 સુધી તે ટીમ તરફથી રમી રહ્યો હતો. તે મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ ઓપરેશનના ડિરેક્ટર તરીકે જોડાયો હતો. તેના માર્ગદર્શન નીચે બોલરો તૈયાર થઈ રહયા છે.

આશિષ નેહરા 
નેહરા તેની કારકિર્દીમાં અનેક વખત ઈજાઓ સામે લડતો રહ્યો અને અંતે તેણે 2018માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ તે સફળ બ્રોડકાસ્ટર બન્યો હતો. ઉપરાંત બોલિંગ કોચ તરીકે આરસીબીમાં પણ જોડાયો હતો.

મુનાફ પટેલ
વિશ્વ કપની ફાઇનલ બાદ તેણે માત્ર છ મેચ રમી હતી. તે પછી તે આઇપીએલમાં ગુજરાત લાયન્સ તરફથી રમ્યો હતો. તેણે 2018માં નિવૃત્તિની જાહેરાત કરી અને ત્યારથી તે તેના ગામના સ્થાનિકોની મદદ કરવા માટે કાર્યરત છે. તાજેતરમાં તે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં પણ રમ્યો હતો.

શ્રીસંત
સ્પોટ ફિક્સિંગ કાંડમાં તેના પર 2013માં પ્રતિબંધ મૂકી દેવાયો હતો. પરંતુ ત્યાર બાદ તે ઘરેલું ક્રિકેટમાં ફરી પાછો આવ્યો છે અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફીમાં પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ક્રિકેટ cricket,  વિશ્વ કપ world cup, ભારતીય ટિમ team india
Published by:Kaushal Pancholi
First published:April 03, 2021, 12:13 pm

ટૉપ ન્યૂઝ