World Boxing Championship: વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે શનિવારનો દિવસ ફળદાયી સાબિત થયો છે. એક જ દિવસમાં ભારતને બે ગોલ્ડ જીતવામાં સફળતા મળી છે. પહેલા નીતૂ ઘનઘસ (48 કિલો)એ (Nitu Ghanghas) વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જબરજસ્ત પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીતૂએ મંગોલિયાની લુત્સાઈખાન અલ્તાનસેટસેગને માત આપી હતી. જ્યારે સ્વીટી બોરાએ (Saweety Boora) 81 કિલોગ્રામ કેટેગરીની ફાઈનલનમાં ચીનની વાંગ લીનાને હરાવીને ગોલ્ડ જીત્યો છે.
સ્વીટી બોરા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી 7મી ખેલાડી બની છે. ફાઈનલમાં સ્વીટીએ વાંગ લીનાને અંતિમ રાઉન્ડ સુધી જબરજસ્ત ફાઈટ આપીને ગોલ્ડ જીતી લીધો છે. સ્વીટીએ વાંગને 4-3થી હરાવી દીધી હતી. આ સાથે ભારતને શનિવારે બે ગોલ્ડ મેડલ જીતી લીધા છે. આ પહેલા નીતૂએ લુત્સાઈખાનને 5-0થી હરાવી હતી. નીતૂએ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્વીટીએ ગોલ્ડ મેડલ જીતીને પોતાના ફેન્સ વધુ એક વાયદો કર્યો છે.
સ્વીટી બોરાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ કહ્યું છે કે, "મને વર્લ્ડ ચેમ્પિયન બનીને ઘણું સારું લાગે છે, જાણે હું સાતમા આકાશ પર પહોંચી ગઈ છું. મને મારું તથા મારા પરિવારનું સપનું પુરું કરીને સારું લાગે છે. અમે જેવું પ્લાનિંગ કર્યું હતું તેવું જ થયું છે. મને સપોર્ટ કરવા તથા બહુ પ્રેમ આપવા બદલ આપનો ખુબ-ખુબ આભાર, સૌ કોઈને મારો પ્રેમ. તમે બધા મને આ રીતે જ પ્રેમ આપતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો, હું એક દિવસ ઓલિમ્પિકમાં ગોલ્ડ લઈને આવીશ."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મલ્લિકાઅર્જુન ખડગે સહિતના નેતાઓએ સ્વીટીને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સ્વીટી બોરાએ અદ્ભૂત પ્રદર્શન કર્યું છે. મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિનશિપમાં ગોલ્ડ જીતવા પર ગર્વ થઈ રહ્યો છે. તેમની આ સફળતા આગામી દિવસોમાં ઘણાં ખેલાડીઓ માટે પ્રેરણાદાયી સાબિત થશે.
Exceptional performance by @saweetyboora! Proud of her for winning the Gold Medal in Women's Boxing World Championships. Her success will inspire many upcoming athletes. pic.twitter.com/6gMwyXjYpX