સેમિ ફાઇનલમાં પરાજય પછી મેરિકોમે જજ પર ઉઠાવ્યા સવાલ

મેરિકોમનો સેમિફાઇનલમાં યુરોપિય ચેમ્પિયનશિપ અને યુરોપની ગોલ્ડ મેડલ વિજેતા તુર્કીની બુસેનાજ કાકિરોગ્લુ સામે 1-4થી પરાજય થયો હતો

News18 Gujarati
Updated: October 12, 2019, 11:22 PM IST
સેમિ ફાઇનલમાં પરાજય પછી મેરિકોમે જજ પર ઉઠાવ્યા સવાલ
મેરિકોમનો સેમિફાઇનલમાં યુરોપિય ચેમ્પિયનશિપ અને યુરોપની ગોલ્ડ મેડલ વિજેતા તુર્કીની બુસેનાજ કાકિરોગ્લુ સામે 1-4થી પરાજય થયો હતો
News18 Gujarati
Updated: October 12, 2019, 11:22 PM IST
રશિયા : ભારતીય બોક્સર એમસી મેરિકોમ (MC Marykom) સેમિફાઇનલમાં મળેલા પરાજયથી નિરાશ છે પણ તે કહે છે કે તેને વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Boxing Championship)ના અભિયાનમાં પોતાના પ્રદર્શન ઉપર ગર્વ છે. જેના કારણે આગામી વર્ષે બીજો ઓલિમ્પિક (Olympic) મેડલ જીતવાનો તેનો વિશ્વાસ મજબૂત થઈ ગયો છે.

36 વર્ષની આ મહિલા બોક્સરે વર્લ્ડ ચેમ્પિયનશિપ(World Championship)માં પોતાના આઠમો મેડલ મેળવ્યો હતો. આ કારણ તે એમેચ્યોર વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી સફળ બોક્સર બની ગઈ છે.

મેરિકોમનો સેમિફાઇનલમાં યુરોપિય ચેમ્પિયનશિપ અને યુરોપની ગોલ્ડ મેડલ વિજેતા તુર્કીની બુસેનાજ કાકિરોગ્લુ સામે 1-4થી પરાજય થયો હતો. આ નિર્ણયને તેણે પડકાર આપ્યો હતો પણ તેને સફળતા મળી ન હતી.

છ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરિકોમે પીટીઆઈને કહ્યું હતું કે હું નિશ્ચિત રુપે જજના નિર્ણયથી ખુશ નથી. આ હાર હું સ્વિકારી શકું તેમ નથી. હું એ વિચારી શકતી નથી કે મારી સાથે આવું શું થયું. હું ઘણી ચકિત છું.

ઓલિમ્પિક માટે તૈયાર
મેરિકોમે કહ્યું હતું કે મને લાગે છે કે મેં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. હવે આ પરફેક્ટ થઈ ગયું છે. મને લાગે છે કે મેં 51 કિગ્રામાં આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં યોગ્ય સંતુલન મેળવ્યું છે. હું જાણુ છું કે મારે કેટલો પ્રયત્ન કરવાની જરુર છે. રણનીતિ અને યોજનાઓ પણ યોગ્ય રહી હતી. ઓલિમ્પિકની યોજનાઓના સંબંધમાં આ કારણે ઘણી બાબતો મારા માટે આસાન બની ગઈ છે. હું જે હરીફ સામે લડી છું તેમની સાથે ક્યારેય પણ ટકરાઈ ન હતી. મને લાગે છે કે તેમને હરાવવા એટલા મુશ્કેલ પણ ન હતા.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...