વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ :યામાગુચીને હરાવી સિંધૂ ફાઇનલમાં, મેડલ પાક્કો

News18 Gujarati
Updated: August 4, 2018, 8:39 PM IST
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ :યામાગુચીને હરાવી સિંધૂ ફાઇનલમાં, મેડલ પાક્કો
પીવી સિંધૂ (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: August 4, 2018, 8:39 PM IST
ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધૂ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. સિંધૂએ સેમિ ફાઇનલમાં વર્લ્ડની બીજી ક્રમાંકિત જાપાનની અકાને યામાગુચીને 21-16, 24-22થી હરાવી હતી. ધૂ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. આ સાથે જ સિંધૂએ ટૂર્નામેન્ટમાં પોતાનો સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધો છે. સિંધૂએ ગત વર્ષે પણ આ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધૂ હવે ફાઇનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન કેરોલિના મારિન સામે ટકરાશે. મારિને હી બિંગ જિયાઓને હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.

પ્રથમ સેટમાં સિંધૂની શરૂઆત સારી રહી ન હતી. યામાગુચીએ સતત પાંચ પોઇન્ટ બનાવ્યા હતા. આ પછી સિંધૂએ વાપસી કરતા 8-8 અને પછી 12-12થી સ્કોર સરભર કર્યો હતો. આ પછી સિંધૂએ પ્રભાવશાળી પ્રદર્શન કરતા 16-12થી લીડ મેળવી હતી અને 21-16થી પ્રથમ સેટ પોતાના નામે કર્યો હતો.

બીજા સેટમાં પણ સિંધૂ શરૂઆતમાં 4-8થી અને પછી 13-19થી પાછળ હતી. સિંધુએ બાદમાં સતત સાત પોઇન્ટ મેળવી 19-19થી સ્કોર સરભર કરી દીધો હતો. 21-21 અને 22-22થી સ્કોર બરાબરી પર પહોંચ્યો હતો. રોમાંચક બનેલી મેચમાં સિંધૂએ સમજદારી સાથે રમતા સતત બે પોઇન્ટ મેળવી 24-22થી બીજો સેટ જીતી યામાગુચીને બહાર કરી દીધી હતી.


Loading...

 આ પહેલા સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ઓકુહારાને 58 મીનિટ સુધી ચાલેલા મુકાબલામાં 21-17 21-19થી હરાવી હતી.
First published: August 4, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...