ઓકુહારાને માત આપીને પીવી સિંધુએ લીધો બદલો

News18 Gujarati
Updated: August 4, 2018, 12:04 PM IST
ઓકુહારાને માત આપીને પીવી સિંધુએ લીધો બદલો
વર્લ્ડ ચેમ્પિયનશીપનમાં પીવી સિંધુએ જાપાનની ઓકુહારાને હરાવી ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

  • Share this:
છેલ્લી વખત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જાપાનની શટલર ઓકુહારાએ ભારતની પીવી સિંધુને ગોલ્ડ મેડલ જીતવા દીધો ન હતો, તે જ ઓકુહારાને માત આપીને સિંધુએ માત્ર તેનો બદલો પૂરો કર્યો છે, પણ ભારત માટે એક મેડલ પણ નક્કી કરી લીધુ છે.

સિંધુએ ઓકુહારાને 58 મીનિટ સુધી ચાલેલી ક્વાર્ટરફાઇનલમાં 21-17 21-19થી હરાવી અને હવે તે સેમિફાઇનલમાં વિશ્વની બીજા નંબરની ખેલાડી અકાને યામાગુચી સાથે ટકરાશે.

વિશ્વની ત્રીજા નંબરની આ ખેલાડીએ દુનિયાના છઠ્ઠા નંબરના પ્રતિસ્પર્ધી વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યુ.

બન્ને ગેમ્સમાં ઓકુહારાએ શરૂઆતમાં બઢતી અપાવી હતી પરંતુ સિંધુએ બન્નેમાં વાપસી કરીને જીત મેળવી હતી.

સિંધુ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં 19-21 22-20 20-22થી હારી ગઇ હતી પરંતુ આ વખતે બાજી મારી લીધી. આ જીતનો અર્થ થાય છે કે સિંધુનો આ જાપાનીઝ ખેલાડી સામે રેકોર્ડ 6-6 થી બરાબર થઇ ગયો છે.

છેલ્લા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ બંને એકબીજાથી પાંચ વખત ગેમ્સમાં સામે ટકરાઇ હતી, જેમાં સિંધુએ ત્રણમાં જ્યારે ઓકુહારાએ બે મા જીત હાંસલ કરી હતી. આ સિંધુનું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથું મેડલ હતુ. તેમના નામે પહેલેથી જ બે બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ છે.
First published: August 4, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading