વર્લ્ડ એથ્લેટિક્સ ડે : બેસ્ટ ભારતીય એથ્લિટ્સ પર એક નજર, વિશ્વમાં વગાડ્યો છે ડંકો

વર્લ્ડ એથ્લેટિક્સ ડે : બેસ્ટ ભારતીય એથ્લિટ્સ પર એક નજર

આ એથ્લેટિક્સે વિશ્વમાં ભારતનો અને પોતાના નામનો ડંકો વગાડીને ઉમદા છાપ છોડી છે

  • Share this:
ઈન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન દ્વારા એથ્લેટિક્સ વિશે જાગૃતતા લાવવા માટે અને યુવાઓને રમતગમત વિશે પ્રોત્સાહિત કરવા માટે વિશ્વ એથ્લેટિક્સ દિવસની શરૂઆત કરવામાં આવી છે. આજે વિશ્વ એથ્લેટિક્સના દિવસે ભારતીય એથ્લિટ્સ વિશે કેટલીક જાણકારી મેળવીશું. જેમણે વિશ્વમાં ભારતનો અને પોતાના નામનો ડંકો વગાડીને ઉમદા છાપ છોડી છે.

પી.ટી.ઉષા

પી.ટી.ઉષાને ભારતના મહાન ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. તેમણે 1984ની લોસ એન્જલસની ઓલિમ્પિકમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. 20 વર્ષીય ઉષાએ 400 મીટરની દોડની ફાઇનલ રેસમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો, પરંતુ તેઓ જીતી શક્ય ન હતા અને તેમણે આ રેસમાં ચોથો નંબર મેળવ્યો હતો.

મિલ્ખા સિંહ

મિલ્ખા સિંહ ફ્લાઈંગ શીખના નામે પણ ઓળખાય છે. તેમણે 1958માં સ્વતંત્ર ભારત તરફથી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1960 ગેમ્સ માટે રોમ ગયા હતા, પરંતુ તેઓ 0.1 સેકન્ડથી બ્રોન્ઝ મેડલ ન મેળવી શક્યા. જોકે, બે વર્ષ બાદ એશિયન ગેમ્સમાં 400 મીટરની દોડમાં તેમણે 4×400 રિલે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

આ પણ વાંચો - ભારતીય ક્રિકેટરોને માત્ર કોવિશીલ્ડ વેક્સીન લેવાની સલાહ, જાણો શું છે કારણ

નોર્મન પ્રિચર્ડ

નોર્મન પ્રિચર્ડ 1900માં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય હતા. તેમણે 200 મીટર સ્પ્રિન્ટ અને 200 મીટરની દોડમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા. ઈતિહાસકારો માને છે કે પ્રિચર્ડે બ્રિટનનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ IOC પ્રિચર્ડને ભારત માટે પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતનાર ગણાવ્યા છે.

અંજુ બોબી જ્યોર્જ

અંજુ બોબીએ 2003માં પેરિસમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય એથ્લીટ બની હતી. ત્યાર બાદ તાત્યાના કોટોવા ડ્રગ ટેસ્ટમાં ફેઈલ થતા અંજુ બોબીએ વર્લ્ડ એથ્લેટિક્સ ફાઈનલ 2005માં સિલ્વર મેડલ જીત્યો હતો.

અન્નુ રાની

અન્નુ રાનીએ 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં પ્રવેશ કરનાર પ્રથમ મહિલા બની છે, પરંતુ તે આઠમા સ્થાન પર રહી હતી.

દીપા મલિક

દીપા મલિકે 2016માં પેરાલિમ્પિક શોટપુટમાં સિલ્વર જીતીને ઈતિહાસ રચ્યો છે અને તેમને પદ્મશ્રી તથા અર્જુન એવોર્ડથી સમ્માનિત પણ કરવામાં આવ્યા છે.
First published: