World Athletics Day 2022: વિશ્વમાં સૌપ્રથમ ક્યારે થઈ હતી વર્લ્ડ એથ્લેટિક્સ ડેની ઉજવણી? શું છે તેનું મહત્વ?
World Athletics Day 2022: વિશ્વમાં સૌપ્રથમ ક્યારે થઈ હતી વર્લ્ડ એથ્લેટિક્સ ડેની ઉજવણી? શું છે તેનું મહત્વ?
World Athletics Day 2022 : 07મીને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ એથલેટિક્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.
World Athletics Day 2022 : 07મી મેને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ એથ્લેટિક્સ ડે (World Athletics Day) તરીકે ઉજવવામાં આવે છે, જાણો આજના દિવસનો શું છે ઈતિહાસ ભારતમાં કેવી રીતે ઉજવાય છે આ દિવસ
World Athletics Day 2022: વર્લ્ડએથ્લેટિક્સડે(WORLD ATHLETICS DAY 2022)ની ઉજવણી આ વખતે 7 મેના રોજકરવામાં આવી રહી છે. ઉજવણીની તારીખ દર વર્ષે બદલાય છે અને તે IAAF (ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન) દ્વારા નક્કી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એથલેટિક્સ (Athletics)માં યુવાનોની ભાગીદારી વધારવાનો અને તેમને વધુને વધુ તેની તરફ આવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ ઉપરાંત વિશ્વભરની શાળા-કોલેજોમાં પ્રાથમિક રમત તરીકે એથલેટિક્સને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય પણ છે.વર્ષ 2019માં એથ્લેટિક્સ ફેડરેશનોના આંતરરાષ્ટ્રીય એસોસિએશન IAAFનું નામ બદલીને વર્લ્ડ એથ્લેટિક્સ કરવામાં આવ્યું હતુ. કોરોના મહામરીના કારણે છેલ્લા બે વર્ષથી આ દિવસની ઉજવણી સામે પડકારો હતા. હવે કેસ ઘટયા છે, ત્યારે આ દિવસ અને તેના મહત્વ અંગે જાણવું જરૂરી બની જાય છે.
World Athletics Day 2022:ઇતિહાસ
વિશ્વના સૌપ્રથમ એથ્લેટિક્સ ડેની ઉજવણી 1996માં અમેરિકાના એટલાન્ટામાં કરવામાં આવી હતી. તેની શરૂઆત IAAFના તત્કાલીન ચેરમેન પ્રિમો નેબિઓલોએ કરી હતી. IAAFની સ્થાપના 17 જુલાઇ, 1912ના રોજ સ્વીડનના સ્ટોકહોમમાં થઇ હતી. પાછળથી તેનું નામ બદલીને ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન કરવામાં આવ્યું હતું. હાલમાં તેની અધ્યક્ષતા સેબેસ્ટિયન કોએ કરી છે અને તેનું મુખ્ય મથક મોનાકો શહેરમાં આવેલું છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દર બે વર્ષે યોજાય છે. 2021માં કોરોના મહામારીના કારણે તેને રદ કરવામાં આવી હતી. હવે તે જુલાઈ 2022માં થશે.
હાલમાં આ ફેડરેશનને વર્લ્ડ એથ્લેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે, જેની જાહેરાત 2019માં કરવામાં આવી હતી. એથ્લેટિક્સ માટેની સંસ્થા તરીકે વિશ્વમાં સ્પર્ધા કાર્યક્રમો ઘડવા, ટેકનિકલ સાધનોને પ્રમાણભૂત બનાવવા અને સત્તાવાર વિશ્વ વિક્રમોની યાદી તૈયાર કરવામાં તેની નિર્ણાયક ભૂમિકા છે. આ દિવસે રમતગમતના આયોજનોમાં બાળકોની ભાગીદારી વધારવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ભારતમાંએથ્લેટિક્સનેપ્રોત્સાહનઆપવાનુંકામએથ્લેટિક્સફેડરેશનઓફઈન્ડિયા(AFI) પાસે છે. તે IAAF અને ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) સાથે સંકળાયેલું છે. AFIની શરૂઆત 1946માં થઈ હતી અને તેનો હેતુ વિદ્યાર્થીઓને બાળપણથી જ એથ્લેટિક્સ વિશે જાગૃત કરવાનો છે.
ઉલ્લેખનિય છે કે, એથ્લેટિક્સમાંમૂળભૂતરીતેદોડ, જમ્પિંગ, ટ્રેકઅનેફિલ્ડ, રોડરનિંગ, ક્રોસકન્ટ્રીરનિંગ, રેસવોકિંગ, ડિસ્કસથ્રો, હેમરથ્રો, જેવલીનથ્રો, પોલવોલ્ટઅનેમેરેથોનનોસમાવેશથાયછે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર