Home /News /sport /

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ : નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જ્યો, સિલ્વર મેડલ જીત્યો

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ : નીરજ ચોપરાએ ઇતિહાસ સર્જ્યો, સિલ્વર મેડલ જીત્યો

નીરજ ચોપરાએ (Neeraj Chopra)વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં (World Athletics Championship)જ્વેલિન થ્રો (Javelin Throw)માં સિલ્વર મેડલ જીત્યો (AP Photo)

World Athletics Championship : નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જ્વેલિન થ્રો (Javelin Throw)માં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો. નીરજે ચોથા પ્રયત્નમાં 88.13 મીટરનો થ્રો કર્યો

    નવી દિલ્હી : ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ (Neeraj Chopra)વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં (World Athletics Championship)જ્વેલિન થ્રો (Javelin Throw)માં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ (Neeraj Chopra wins silver medal)જીત્યો છે. અમેરિકાના યુઝીનમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નીરવે 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. વર્લ્ડ નંબર વન ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે 90.54 મીટર થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજી તરફ ભારતનો રોહિત યાદવ 10માં નંબરે રહ્યો હતો.

    નીરજ ચોપરાના ત્રણ થ્રો ફાઉલ રહ્યા

    નીરજનો પ્રથમ થ્રો - ફાઉલ
    નીરજનો બીજો થ્રો - 82.39 મીટર
    નીરજનો ત્રીજો થ્રો - 86.37 મીટર
    નીરજનો ચોથો થ્રો - 88.13 મીટર
    નીરજનો પાંચમો થ્રો - ફાઉલ
    નીરજનો છઠ્ઠો થ્રો - ફાઉલ



    આ પણ વાંચો - રવિન્દ્ર જાડેજાએ પ્રશંસકને ગુજરાતીમાં કહ્યું- શું ટિકિટ બિકિટ છે ને, ન હોય તો આપું, જુઓ Video

    વર્લ્ડ નંબર વન ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે (વચ્ચે )90.54 મીટર થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે (AP Photo)


    પીએમ મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે આપણા સૌથી પ્રતિષ્ઠિત એથ્લેટોમાંથી એક દ્વારા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા પર નીરજ ચોપરાને મારા અભિનંદન. આ ભારતીય રમતો માટે એક વિશેષ ક્ષણ છે. નીરજને તેના ભવિષ્યના પ્રયત્નો માટે શુભકામનાઓ.

    આ પહેલા ભારતે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી ફક્ત એક મેડલ જીત્યો હતો. 18 વર્ષ પહેલા 2003માં દિગ્ગજ એથ્લેટ અંજૂ બોબી જોર્જે લોંગ જમ્પમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

    ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો હતો ગોલ્ડ

    આ પહેલા નીરજે ગત વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને 120 વર્ષનો દુષ્કાળ ખતમ કર્યો હતો. તે ભારત તરફથી ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. નીરજ પહેલા કોઇપણ એશિયન ખેલાડી ભાલા ફેંકમાં ઓલિમ્પિકમાં મેડલ જીત્યો ન હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Neeraj Chopra, Neeraj chopra javelin

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन