મિતાલીની મેનેજર હરમનપ્રીત ઉપર ભડકી, જુઠી અને અયોગ્ય સુકાની ગણાવી

મિતાલીની મેનેજર હરમનપ્રીત ઉપર ભડકી, જુઠી અને અયોગ્ય સુકાની ગણાવી
મિતાલીની મેનેજર હરમનપ્રીત ઉપર ભડકી, જુઠી અને અયોગ્ય સુકાની ગણાવી

મિતાલીની મેનેજર અનીશા ગુપ્તાએ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કરતા ભારતીય મહિલા ટી-20 ટીમની સુકાની હરમનપ્રીત કૌરની ખરાબ રીતે ટિકા કરી

 • Share this:
  મહિલા વર્લ્ડ ટી-20ના સેમિ ફાઇનલમાં મુકાબલામાં ઇંગ્લેન્ડ સામે મિતાલી રાજને બહાર કરવાનો મામલો તુલ પકડી રહ્યો છે. મિતાલીની મેનેજર અનીશા ગુપ્તાએ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કરતા ભારતીય મહિલા ટી-20 ટીમની સુકાની હરમનપ્રીત કૌરની ખરાબ રીતે ટિકા કરી હતી. અનીશાએ ટ્વિટ કરીને હરમનપ્રીતને જુઠી અને દગાખોર ગણાવી હતી.

  અનીશાએ હરમન પર ગુસ્સો વ્યક્ત કરતા ટ્વિટમાં લખ્યું હતું કે દુર્ભાગ્યથી @BCCIWomen રાજનીતિમાં વિશ્વાસ રાખે છે, રમતમાં નહીં. મિતાલીનું આયરલેન્ડ સામે જેવું પ્રદર્શન રહ્યું તેને જોઈને તેમણે (@BCCIWomen)જુઠી, અપરિપક્વ અને અયોગ્ય સુકાની હરમનપ્રીતને ખુશ કરી (હરમનના નિર્ણયનો સાથ આપવો) તે ચોંકાવનારું રહ્યું. આ ટ્વિટ પછી તેનું એકાઉન્ટ ડિલીટ થઈ ગયું હતું,જોકે અનીશાએ espncricinfo સાથે પોતાના ટ્વિટની પૃષ્ટી કરી હતી.  આ પણ વાંચો - મહિલા વર્લ્ડ ટી-20: સુકાની હરમનપ્રીતનો દાવ પડ્યો ઉલટો, આ ભૂલ પડી ભારે

  માંજરેકર અને નાસિર હુસેને પણ ઉઠાવ્યા હતા સવાલ
  સેમિફાઇનલ મુકાબલામાં જ્યારે ટોસ દરમિયાન ટીમમાં ફેરફાર વિશે પુછવામાં આવ્યું તો હરમને કહ્યું હતું કે આ મિતાલીના ટીમમાં પસંદગીની વાત નથી, વિજયી સંયોજનને બનાવી રાખવાનું છે. જોકે પરાજય પછી ડગઆઉટમાં બેઠેલી ઉદાસ મિતાલીના ચહેરોએ બધી કહાની બતાવી દીધી હતી. હરમનપ્રીતના આ નિર્ણય સામે ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની નાસિર હુસેન અને પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે હરમનપ્રીતે પોતાનો નિર્ણયનો બચાવ કર્યો હતો.

  આ પણ વાંચો - મહિલા વર્લ્ડ ટી-20: ભારત ફાઇનલની રેસમાંથી બહાર, ઇંગ્લેન્ડનો વિજય

  ઇંગ્લેન્ડ સામે સેમિ ફાઇનલમાં ભારતીય ટીમે સારી શરુઆત પછી અંતિમ 8 વિકેટ ફક્ત 24 રનમાં ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 17.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
  First published:November 24, 2018, 11:35 am