Women's World Cup: પાકિસ્તાની કેપ્ટનની પુત્રીને મળ્યો ભારતીય ટીમનો ભરપુર પ્રેમ - વીડિયો જોઇ લોકો થયા મંત્રમુગ્ધ
Women's World Cup: પાકિસ્તાની કેપ્ટનની પુત્રીને મળ્યો ભારતીય ટીમનો ભરપુર પ્રેમ - વીડિયો જોઇ લોકો થયા મંત્રમુગ્ધ
ભારતીય મહિલા ટીમના સભ્યોએ પણ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન બિસ્માહ મારુફની પુત્રી સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. (Twitter)
આઇસીસી મહિલા વર્લ્ડ કપ (ICC Women’s World Cup)માં ભારતે પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. મિતાલી રાજ (Mithali Raj)ની કેપ્ટનશીપવાળી ટીમે ટૂર્નામેન્ટની તેમની પ્રથમ મેચમાં પાકિસ્તાન (India vs Pakistan)ને 107 રનના માર્જિનથી હરાવ્યું હતું.
આઇસીસી મહિલા વર્લ્ડ કપ (ICC Women’s World Cup)માં ભારતે પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. મિતાલી રાજ (Mithali Raj)ની કેપ્ટનશીપવાળી ટીમે ટૂર્નામેન્ટની તેમની પ્રથમ મેચમાં પાકિસ્તાન (India vs Pakistan)ને 107 રનના માર્જિનથી હરાવ્યું હતું. મેચ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જે કંઈ કર્યું તેણે દેશ અને દુનિયાના ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું છે. ખરેખરમાં મેચ પૂર્ણ થયા બાદ તમામ ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનની કેપ્ટન બિસ્માહ મારૂફ (Bismah Maroof)ની નાની પુત્રી ફાતિમાને મળ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની ખેલાડીઓએ તેમની દીકરીને ખૂબ સ્નેહ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
મેચ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જે રીતે બિસ્માહ મારૂફની પુત્રી સાથે સમય વિતાવી રહ્યા છે તે તમારું દિલ જીતી લેશે. વીડિયોમાં પાકિસ્તાનની કેપ્ટન તેની દીકરીને ખોળામાં બેસાડી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ તેમની દીકરીને ખૂબ જ પ્રેમથી બોલાવી રહ્યા છે.
માતા બન્યા બાદ કોઈપણ મહિલા ખેલાડી માટે રમતમાં પરત ફરવું સરળ નથી હોતું. પરંતુ બિસ્માહ તે મહિલા ખેલાડીઓમાંથી એક છે જે માતા બન્યા બાદ રમતમાં પરત ફરી છે. અગાઉ જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. પરંતુ તેના પરિવાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણો સપોર્ટ આપ્યો હતો. PCBએ ગયા વર્ષે ખેલાડીઓ માટે પેરેંટલ સપોર્ટ પોલિસી લાગુ કરી હતી. આ પોલિસીનો લાભ મેળવનાર બિસ્મા પ્રથમ ક્રિકેટર છે. PCBની આ નીતિ હેઠળ ખેલાડીને 12 મહિનાની પેઇડ લીવ અને કોન્ટ્રાક્ટ એક્સટેન્શનની ગેરંટી મળે છે. આ જ કારણ હતું કે તે પાકિસ્તાન માટે ફરીથી ક્રિકેટમાં વાપસી કરી શકી હતી.
બિસ્માહ મારુફે તેની છેલ્લી ODI મેચ ડિસેમ્બર 2019માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જે બાદ તે રજા પર ઉતરી ગઇ હતી. જે બાદ તેની પુત્રીનો જન્મ થયો હતો. આ દરમિયાન તેણે ઘણી વખત ક્રિકેટ છોડવાનું મન બનાવ્યું હતું. પરંતુ પરિવાર અને PCBએ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું. ભારત સામેની મેચની પૂર્વ સંધ્યાએ તેણે કહ્યું હતું કે મેં ભૂતકાળમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે પરંતુ પાકિસ્તાન માટે વાપસી કરીને મને ઘણું સારું લાગે છે. તેણે ભારત સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં 15 રન બનાવ્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર