Home /News /sport /

Women's World Cup Final: પીએમ મોદીએ ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રોત્સાહિત કરી, જાણો શું કહ્યું?

Women's World Cup Final: પીએમ મોદીએ ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રોત્સાહિત કરી, જાણો શું કહ્યું?

Women World Cup Final: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને અભિનંદન પાઠવ્યા છે. (ઇન્સ્ટાગ્રામ)

Women's World Cup Final: વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ ઘણો મજબૂત છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ બંને દેશોએ અત્યાર સુધીમાં એકસાથે 10 વર્લ્ડ કપ જીત્યા છે. પરંતુ 34 વર્ષ બાદ તેઓ ફાઇનલમાં આમને-સામને થશે.

    ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા મહિલા વર્લ્ડ કપની ફાઈનલ (Women World Cup Final) મેચ રવિવારે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવારે ઓસ્ટ્રેલિયાની ટીમ  (Australia women cricket team)ને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીનું આ નિવેદન બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઓસ્ટ્રેલિયા સાથે ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર દરમિયાન આવ્યું છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું, જે આવતીકાલે ICC મહિલા ODI વર્લ્ડ કપની ફાઈનલ રમશે." આ પહેલા પણ પીએમ મોદીએ મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમના સારા પ્રદર્શન માટે વડાપ્રધાન સ્કોટ મોરિસનને અભિનંદન પાઠવ્યા હતા. આ પહેલા ભારતીય ટીમ અંતિમ ચારમાં જગ્યા બનાવવાથી ચૂકી ગઈ હતી. વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચમાં ભારતને જીતની જરૂર હતી. પરંતુ તેને દક્ષિણ આફ્રિકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

    ઓસ્ટ્રેલિયાની નજર 7મા ટાઇટલ પર છે

    વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ ઘણો મજબૂત છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ બંને દેશોએ અત્યાર સુધીમાં એકસાથે 10 વર્લ્ડ કપ જીત્યા છે. પરંતુ 34 વર્ષ બાદ તેઓ ફાઇનલમાં આમને-સામને થશે. આ પહેલા 1988માં વર્લ્ડ કપની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાની નજર રેકોર્ડ સાતમા ટાઇટલ પર રહેશે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.

    આ પણ વાંચો- IPL 2022: CSKની 2 હાર બાદ મુશ્કેલીઓ વધી, એક બોલર હોસ્પિટલમાં તો બીજો ઇજાગ્રસ્ત

    એસ્ટ્રેલિયા 22 વર્ષ પહેલા ફાઇનલમાં હારી ગયું હતું

    ઓસ્ટ્રેલિયા આ પહેલા વર્ષ 2000માં મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગયું હતું. ત્યારબાદ તેને રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 4 રને પરાજય મળ્યો હતો. તે વર્ષે ઈંગ્લેન્ડ પાંચમા ક્રમે હતું. જે તેનું વર્લ્ડ કપમાં સૌથી ખરાબ પ્રદર્શન હતું. જોકે તેમાં સુધારો કરતાં ઇંગ્લિશ ટીમે 2009માં વર્લ્ડ કપ જીત્યો હતો.

    ઓસ્ટ્રેલિયાની ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ટીમ લીગ તબક્કાની તમામ 7 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ પછી,પ્રથમ સેમિફાઇનલમાં 45 ઓવરમાં 305 રનનો પહાડ જેવો ટાર્ગેટ આપીને વેસ્ટ ઈન્ડિઝને 157 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી એલિસી હીલીએ 129 અને રશેલ હેન્સે પણ 85 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચો- રશિયાએ NASA અને ESA સાથેના સંબંધો તોડી નાખ્યા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પણ હટી ગયું

    બીજી તરફ ઈંગ્લેન્ડ માટે મહિલા વર્લ્ડ કપની ફાઈનલ સુધીનો પ્રવાસ ઉતાર-ચઢાવથી ભરેલો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ લીગ તબક્કામાં સતત ત્રણ મેચ હારી ગયું હતું. આ પછી ટીમ ફાઇનલમાં પહોંચવા માટે એક પણ મેચ હારી નથી. બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 137 રનથી હરાવ્યું હતું.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket News Gujarati, ICC World cup, PM Modi પીએમ મોદી, ​t20 World Cup

    આગામી સમાચાર