વિમેન્સ વર્લ્ડ કપ 2022: એલિસા હીલી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની. (એએફપી)
Womens World Cup 2022: એલિસ હીલીએ ન્યૂઝીલેન્ડ (Womens World Cup 2022) માં રમાયેલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 509 રન બનાવ્યા હતા. તેણે સેમી ફાઈનલ અને ફાઈનલમાં સદી ફટકારી હતી. આવું કરનાર તે પ્રથમ ખેલાડી બની ગઇ છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓસ્ટ્રેલિયન વિકેટ-કીપર બેટ્સમેન એલિસા હીલી (Alyssa Healy)ને મહિલા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 71 રને પરાજય આપ્યા બાદ ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરી હતી. હીલી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન કારેન રોલ્ટન (2005), ઈંગ્લેન્ડની ક્લેરી ટેલર (2009), ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ (2013) અને ઈંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ (2017)ની વિશિષ્ટ ક્લબમાં શામેલ થઇ ગઇ છે. હીલીના પતિ અને ક્રિકેટર મિશેલ સ્ટાર્કે પણ 2015 વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. એલિસાએ ફાઇનલમાં 170 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ રીતે તે મહિલા અને પુરુષોના વર્લ્ડ કપમાં 150 કે તેથી વધુ રન બનાવનારી પ્રથમ ખેલાડી બની હતી.
એલિસ હીલીએ ન્યૂઝીલેન્ડ (Womens World Cup 2022) માં રમાયેલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 509 રન બનાવ્યા હતા. તેણે સેમી ફાઈનલ અને ફાઈનલમાં સદી ફટકારી હતી. આવું કરનાર તે પ્રથમ ખેલાડી બની ગઇ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 7મી વખત ટાઈટલ જીત્યું છે અને પોતાના રેકોર્ડને એક નવા સ્તરે લઈ ગયા છે. આ ટૂર્નામેન્ટની 12મી સિઝન હતી. ફાઈનલ મેચમાં પ્રથમ રમતા ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 285 રનમાં સમેટાઈ ગઈ હતી. કાંગારૂ ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી અને તમામ 9 મેચ જીતી છે.
32 વર્ષની વિકેટ કીપર બેટ્સમેન એલિસા હીલીએ 9 મેચમાં 56.55ની એવરેજથી 509 રન બનાવ્યા છે. 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. આ સિવાય વિકેટકીપર તરીકે ચાર કેચ પકડયા અને ચાર સ્ટમ્પ પણ કર્યા હતા. લિસા સ્થલેકર, નાસેર હુસૈન અને નતાલી જર્મનોનો પણ છ સભ્યોની પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જેણે હીલીને ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કર્યા હતા. તેણે ટૂર્નામેન્ટમાં 70 બાઉન્ડ્રી ફટકારી હતી. સ્ટ્રાઈક રેટ 104 હતો. તે 5 વખત ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીતી ચૂકી છે.
મેગ લેનિંગની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ ચોથી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સાથે તે સૌથી વધુ 4 વખત ICC ટૂર્નામેન્ટનો ખિતાબ જીતનારી કેપ્ટન બની ગઈ છે. આ પહેલા તે ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ પણ અપાવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કેપ્ટન તરીકે 4 ICC ટ્રોફી જીતી છે જ્યારે MS ધોનીએ 3 ICC ટ્રોફી જીતી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર