Home /News /sport /

છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બની મેરિકોમ, તિરંગો પકડતા જ ભાવુક બની

છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બની મેરિકોમ, તિરંગો પકડતા જ ભાવુક બની

છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બની મેરિકોમ, તિરંગો પકડતા જ ભાવુક બની

ફાઇનલમાં મેરિકોમે 48કિગ્રાની વેટ કેટેગરીમાં યુક્રેનની હેના ઓકોટાને 5-0થી હરાવી રેકોર્ડ છઠ્ઠી વખત મહિલા વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું

    ભારતની સ્ટાર બોક્સર અને મેગ્નિફિસેંટ મેરીના નામથી પ્રખ્યાત મેરિકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. નવી દિલ્હીમાં રમાયેલી ફાઇનલમાં મેરિકોમે 48કિગ્રાની વેટ કેટેગરીમાં યુક્રેનની હેના ઓકોટાને 5-0થી હરાવી રેકોર્ડ છઠ્ઠી વખત મહિલા વર્લ્ડ કપનું ટાઇટલ જીતવાનું ગૌરવ મેળવ્યું છે. મેરિકોમ તિરંગો પકડતા જ ભાવુક બની ગઈ હતી.

    આ જીત સાથે 35 વર્ષીય સ્ટાર બોક્સર મેરિકોમ 6 ટાઇટલ જીતનાર વર્લ્ડની પ્રથમ ભારતીય મહિલા બોક્સર બની છે. મેરિકોમે આયરલેન્ડને કેટી ટેલરને પછાડી સૌથી વધારે 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા મેરિકોમ અને ટેલર 5-5 વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને બરાબરી પર હતા.

    મેરિકોમનો આ 7મો મેડલ છે. જેમાં 6 ગોલ્ડ અને 1 સિલ્વરનો સમાવેશ થાય છે. આ સાથે જ મેરિકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવાના મામલે ક્યૂબાના ફેલિક્સ સેવોનની બરાબરી કરી લીધી છે. પુરુષ વર્ગમાં ક્યૂબાનો ખેલાડી વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધારે સફળ છે.

    આ પણ વાંચો - કરણી સેનામાં જોડાયા બાદ રીવાબા PM મોદીને મળ્યાં, જામનગર બેઠક પર નવાજૂનીનાં એંધાણ?

    ફાઇનલમાં બંને બોક્સરોની વાત કરવામાં આવે તો બંનેની ઉંમરમાં 13 વર્ષનું અંતર છે. યુક્રેનની બોક્સર હેના હજુ 22 વર્ષની છે જ્યારે મેરિકોમ 35 વર્ષની છે. ત્રણ બાળકોની માતા મેરિકોમ આઠ વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવા સફળ રહી છે. છેલ્લે 2010માં વિજેતા બની હતી. આ સિવાય તે 2002, 2005, 2006, 2008 અને 2010માં વિજેતા બની હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Gold Medal, Mary-kom-

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन