Home /News /sport /મહિલા U-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઇતિહાસ, દુનિયાની કોઈ ટીમ નથી કરી શકી એ કરી બતાવ્યુ

મહિલા U-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઇતિહાસ, દુનિયાની કોઈ ટીમ નથી કરી શકી એ કરી બતાવ્યુ

shefali verma

UNDER19 WORLDCUP: ભારતીય મહિલા ટીમની કેપ્ટન શફાલી વર્માએ અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ યથાવત રાખ્યો છે. યુએઈ સામે તેણે માત્ર 34 બોલમાં 78 રન ફટકાર્યા હતા

    ક્રિકેટ (Cricket) જગતમાં ખેલાડીઓ દ્વારા અવનવા રેકોર્ડ સ્થાપિત કરવા કોઇ આશ્ચર્યની વાત નથી. જોકે, રેકોર્ડ સ્કોર જોઇને ક્રિકેટ ફેન્સની છાતી જરૂર ગદ્દગદ્દ થઇ જાય છે. તેમાં પણ ભારતીયોનો ક્રિકેટ પ્રેમ વિશ્વમાં છૂપો નથી. આપણા દેશમાં ક્રિકેટ રમત નહિં પણ લાગણી છે. અને ક્રિકેટ અને ક્રિકેટરોની તગડી ફેન ફોલોઇંગ છે. આપણી ટીમની કોઇ પણ જીતને ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. ત્યારે હાલમામં રમાઈ રહેલા મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ (U19 Women's T20WC)માં ભારતીય ટીમ જોરદાર લયમાં જોવા મળી રહી છે. ભારતીય ટીમે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે રમાયેલી બીજી મેચમાં 20 ઓવરમાં 3 વિકેટે 219 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યુએઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર માત્ર 97 રન જ બનાવી શકી હતી.

    ભારતીય ટીમનો નવો રેકોર્ડ

    ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 219 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ વિમેન્સ અંડર-19 ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસ (Team India Made History in U19 WC 2023)માં 200 રનનો આંકડો પાર કરનારી સૌપ્રથમ ટીમ બની ગઈ છે. આ વર્લ્ડ કપમાં પહેલીવાર કોઇ ટીમે આટલો મોટો સ્કોર બનાવ્યો છે. ભારતીય મહિલા ટીમે શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

    વર્લ્ડ કપમાં ભારતની બીજી જીત

    મહિલા ભારતીય ટીમ આ અંડર-19 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 2 મેચ રમી ચૂકી છે. ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. તે જ સમયે, ટીમે યુએઈ સામે 122 રનથી શાનદાર જીત નોંધાવી હતી.

    આ બે ખેલાડીઓએ મેદાનમાં રમી તોફાની ઇનિંગ

    ભારતીય મહિલા ટીમની કેપ્ટન શફાલી વર્માએ અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ યથાવત રાખ્યો છે. યુએઈ સામે તેણે માત્ર 34 બોલમાં 78 રન ફટકાર્યા હતા. શેફાલીએ 12 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. શેફાલી 9મી ઓવરના પહેલા બોલ પર છગ્ગો અને પછીના બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ આઉટ થઈ હતી.


    આ મેચમાં શફાલી ઉપરાંત તેની પાર્ટનર શ્વેતા સેહરાવતે પણ સારી બેટિંગ કરી હતી. શ્વેતા સેહરાવત પ્રથમ મેચમાં સદી લગાવતા ચૂકી ગઈ હતી. બીજી મેચમાં તેણે શાનદાર બેટિંગ કરતા 49 બોલમાં 74 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકા સામે શ્વેતાએ 57 બોલમાં 92 રન કર્યા હતા. શેફાલી વર્મા અને શ્વેતા સેહરાવતે અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપના ઈતિહાસની 111 રનની સૌપ્રથમ શતકીય ભાગીદારી યુએઈ સામે નોંધાવી હતી.

    આ પણ વાંચો:Ranji Trophy: વડોદરામાં ભારતીય ક્રિકેટના ઊભરતા સિતારાનું 28 વર્ષની ઉંમરે મોત, ટીમ ઈન્ડિયાનો તો ખેલાડી ડરી ગયો

    બીજી સૌથી મોટી જીત મેળવી

    ભારતે આ મેચમાં 219 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ વિમેન્સ અંડર-19 ટી-20 વર્લ્ડ કપનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર છે. આ સિવાય ભારતે ઈતિહાસની બીજી સૌથી મોટી જીત હાંસલ કરી હતી. ભારતે આ મેચ 122 રનથી જીતી લીધી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: ICC Under 19 World Cup, Indian Women Cricket Team, Womens

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन