Home /News /sport /મહિલા ટી-20 વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે 12 ફેબ્રુઆરીએ ટક્કર

મહિલા ટી-20 વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, ભારત-પાકિસ્તાન વચ્ચે 12 ફેબ્રુઆરીએ ટક્કર

મહિલા ટી-20 વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર

Women's T20 World Cup : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મહિલા ટી-20 વર્લ્ડકપ 2023ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટની આઠમી સીઝન 10 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે, જેની પ્રથમ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા ટકરાશે. બે દિવસ પછી કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત અને પાકિસ્તાન એક બીજા વિરૂદ્ધ મેચ રમશે. કેપ ટાઉન, પાર્લ અને ગકેબેરા વિશ્વ મેચની યજમાની કરશે.

વધુ જુઓ ...
    Women's T20 World Cup : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મહિલા ટી-20 વર્લ્ડકપ 2023ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટની આઠમી સીઝન 10 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે, જેની પ્રથમ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા ટકરાશે. બે દિવસ પછી કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત અને પાકિસ્તાન એક બીજા વિરૂદ્ધ મેચ રમશે. કેપ ટાઉન, પાર્લ અને ગકેબેરા વિશ્વ મેચની યજમાની કરશે.

    વર્લ્ડકપ કાર્યક્રમ પર એક નજર

    10 ફેબ્રુઆરી: દક્ષિણ આફ્રિકા Vs શ્રીલંકા, કેપટાઉન
    11 ફેબ્રુઆરી: વેસ્ટ ઇન્ડીઝ Vs ઇંગ્લેન્ડ, પાર્લી
    11 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા Vs ન્યૂઝીલેન્ડ, પાર્લી
    12 ફેબ્રુઆરી: ભારત Vs પાકિસ્તાન, કેપટાઉન
    12 ફેબ્રુઆરી: બાંગ્લાદેશ Vs શ્રીલંકા, કેપટાઉન
    13 ફેબ્રુઆરી: આયરલેન્ડ Vs ઇંગ્લેન્ડ, પાર્લી
    13 ફેબ્રુઆરી: દક્ષિણ આફ્રિકા Vs ન્યૂઝીલેન્ડ, પાર્લી
    14 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ, ગક્બેરહા
    15 ફેબ્રુઆરી: વેસ્ટ ઇન્ડીઝ Vs ભારત, કેપટાઉન
    15 ફેબ્રુઆરી: પાકિસ્તાન Vs આયરલેન્ડ, કેપટાઉન
    16 ફેબ્રુઆરી: શ્રીલંકા Vs ઓસ્ટ્રેલિયા, ગક્બેરહા
    17 ફેબ્રુઆરી: ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ, કેપટાઉન
    17 ફેબ્રુઆરી: વેસ્ટ ઇન્ડીઝ Vs આયરલેન્ડ, કેપટાઉન
    18 ફેબ્રુઆરી: ઇંગ્લેન્ડ Vs ભારત, ગક્બેરહા
    18 ફેબ્રુઆરી: દક્ષિણ આફ્રિકા Vs ઓસ્ટ્રેલિયા,ગક્બેરહા
    19 ફેબ્રુઆરી: પાકિસ્તાન Vs વેસ્ટ ઇન્ડીઝ, પાર્લી
    19 ફેબ્રુઆરી: ન્યૂઝીલેન્ડ Vs શ્રીલંકા, પાર્લી
    20 ફેબ્રુઆરી: આયરલેન્ડ Vs ભારત, ગક્બેરહા
    21 ફેબ્રુઆરી: ઇંગ્લેન્ડ Vs પાકિસ્તાન, કેપટાઉન
    21 ફેબ્રુઆરી: દક્ષિણ આફ્રિકા Vs બાંગ્લાદેશ, કેપટાઉન

    આ પણ વાંચો : 24 વર્ષીય સરફરાઝ ખાને ડોન બ્રેડમેનને પાછળ છોડી ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ તોડ્યો

    સેમિ ફાઇનલ અને ફાઇનલ કાર્યક્રમ

    23 ફેબ્રુઆરી: સેમી ફાઇનલ 1, કેપટાઉન
    24 ફેબ્રુઆરી: રિઝર્વ ડે, કેપ ટાઉન
    24 ફેબ્રુઆરી: સેમી ફાઇનલ 2, કેપ ટાઉન
    25 ફેબ્રુઆરી: રિઝર્વ ડે, કેપ ટાઉન
    26 ફેબ્રુઆરી: ફાઇનલ, કેપ ટાઉન
    27 ફેબ્રુઆરી: રિઝર્વ ડે, કેપ ટાઉન

    બે ગ્રુપમાં ટીમોને વહેચવામાં આવી


    ICC મહિલા ટી-20 વર્લ્ડકપ 2023 માટે બનાવવામાં આવેલા બે ગ્રુપ પર એક નજર

    ગ્રુપ-1: ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને બાંગ્લાદેશ
    ગ્રુપ 2: ઇંગ્લેન્ડ, ભારત, વેસ્ટ ઇન્ડીઝ, પાકિસ્તાન અને આયરલેન્ડ

    ટૂર્નામેન્ટ ફોર્મેટ પર એક નજર

    ટી-20 વર્લ્ડકપ ફોર્મેટ અનુસાર દરેક ટીમ પોતાના ગ્રુપમાં એક એક વખત અન્ય ટીમ સામે રમશે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સેમિ ફાઇનલમાં ક્વોલિફાય કરશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરીએ રમાશે. આયોજકેએ 27 તારીખને રીઝર્વ ડે રાખ્યો છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Sports news, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन