Home /News /sport /માર્ચ માહિનામાં આ તારીખે શરૂ થઇ શકે છે વિમેન્સ IPL, 26 તારીખે યોજાશે ફાઇનલ મેચ

માર્ચ માહિનામાં આ તારીખે શરૂ થઇ શકે છે વિમેન્સ IPL, 26 તારીખે યોજાશે ફાઇનલ મેચ

વર્ષ 2023થી BCCI મહિલા IPLનું આયોજન કરવા જઈ રહ્યું છે. (BCCI ફોટો)

Womens IPL: પ્રથમ  વિમેન્સ આઇપીએલ ભારતમાં 22 મેચો સાથે પાંચ ટીમોની મેચ બનવાની છે. દરેક ટીમમાં 18 ખેલાડીઓ હશે. જેમાં વધુમાં વધુ છ વિદેશી ખેલાડીઓ હશે અને તેઓ તેમની પ્લેઇંગ ઇલેવનમાં પાંચ વિદેશી ખેલાડીઓના નામ આપી શકે છે.

  વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (WIPL 2023) ભારતમાં 3થી 26 માર્ચ દરમિયાન રમાવાની છે. ભારતમાં મહિલા ક્રિકેટને મોટું પ્રોત્સાહન આપતાં ભારતીય ક્રિકેટ બોર્ડે (Indian Cricket Board) ઓક્ટોબરમાં યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં ટુર્નામેન્ટની યોજના રજૂ કરી હતી. જોકે ટુર્નામેન્ટની તારીખો અને કાર્યક્રમ હજુ નક્કી થયા નથી. ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, બીસીસીઆઇ 2023 (BCCI 2023)ના વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ (Women's T20 World)ના સમાપનના એક સપ્તાહ બાદ આ ટુર્નામેન્ટનું આયોજન કરવા માંગે છે, જે સાઉથ આફ્રિકામાં 10 ફેબુ્રઆરીથી શરૂ થવાનું છે.

  પ્લેઇંગ ઇલેવનમાં 5 વિદેશી ખેલાડીઓ

  પ્રથમ  વિમેન્સ આઇપીએલ ભારતમાં 22 મેચો સાથે પાંચ ટીમોની મેચ બનવાની છે. દરેક ટીમમાં 18 ખેલાડીઓ હશે. જેમાં વધુમાં વધુ છ વિદેશી ખેલાડીઓ હશે અને તેઓ તેમની પ્લેઇંગ ઇલેવનમાં પાંચ વિદેશી ખેલાડીઓના નામ આપી શકે છે.

  આ પણ વાંચો: IND vs SL: એક ગુજરાતી ક્રિકેટરે બીજા ગુજ્જુનો રેકોર્ડ તોડ્યો, ભારત મેચ હાર્યું પણ અક્ષરે કરી બતાવ્યુ કારનામુ

  8 જાન્યુઆરીએ ખુલશે બિડ્સ

  દરેક ટીમ અન્ય ટીમો સામે બે વખત રમશે. જેના કારણે તે 20 ગ્રુપ સ્ટેજની મેચો રમશે અને ટેબલ ટોપર ફાઈનલ માટે ક્વોલિફાય થશે. બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમો એલિમિનેટર ફિક્સરમાં ટકરાશે અને બીજા ક્રમે રમાનારી ફાઈનલીસ્ટમાં સ્થાન મેળવશે. આ પહેલાં શુક્રવારે (9 ડિસેમ્બર) BCCIએ મહિલા IPL 2023-2027 માટે મીડિયા રાઇટ્સ માટે બીડ્સ મંગાવી હતી. બિડ્સ 8 જાન્યુઆરીની આસપાસ ખોલવામાં આવશે અને ટેન્ડર પસંદ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા ઈ-હરાજીને બદલે બંધ બોલીમાંથી પસાર થશે. BCCIએ કોઈ પણ કેટેગરી માટે કોઈ બેઝ પ્રાઈસ નક્કી કરી નથી. મીડિયા રાઇટ્સ માટે ત્રણ કેટેગરી ટેલિવિઝન, ડિજિટલ અને બંનેનું કોમ્બિનેશન હશે.

  " isDesktop="true" id="1298016" >

  ઓવલ ખાતે યોજાઇ શકે છે ફાઇનલ

  આ દરમિયાન BCCI IPL 2023 માટે મીની ઓક્શનનું આયોજન કરશે. પરંતુ હજી સુધી મેન્સ ટૂર્નામેન્ટની તારીખોને ઔપચારિક સ્વરૂપ આપ્યું નથી. એવું જાણવા મળ્યું છે કે, બોર્ડ વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતા અંગેની પુષ્ટિની રાહ જોઈ રહ્યું છે. તેઓ મે મહિનાના અંત પહેલા સિઝનનું સમાપન કરવા પણ વિચારી રહ્યા છે, કારણ કે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવાની તક છે, જે 7 જૂને ધ ઓવલ ખાતે યોજાય તેવી સંભાવના છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: IPL 2023, Ipl schedule

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन