Home /News /sport /WPL 2023 : ગુજરાતની ટીમમાં ધુરંધર ખેલાડીઓ, વિમેન્સ પ્રીમીયર લીગમાં જુઓ કોને કેટલા કરોડ મળ્યા

WPL 2023 : ગુજરાતની ટીમમાં ધુરંધર ખેલાડીઓ, વિમેન્સ પ્રીમીયર લીગમાં જુઓ કોને કેટલા કરોડ મળ્યા

wpl 2023 gujarat giants

Gujarat Giants WPL 2023: હરલીન દેઓલ, ઈંગ્લેન્ડની બેટર સોફિયા ડંકી અને બેથ મોની જેવા ધુરંધર ખેલાડીઑને પોતાની ટીમમાં સામેલ કરીને ગુજરાતે મહિલા આઈપીએલમાં પણ ટાઇટલ જીતવાની તૈયારી કરી લીધી છે.  

સ્નેહ રાણા એ શાનદાર ઓલરાઉન્ડર તરીકે ટીમમાં મજબૂત સ્થાન બનાવી દીધું છે. તેને ગુજરાતની ટીમે 75 લાખ રૂપિયામાં ખરીદી હતી.

એનાબેલ સધરલેન્ડને 70 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સારી ઓલરાઉન્ડર છે. જે ટીમમાં રેગ્યુલર ખેલાડી બની શકે એમ છે.


આ સિવાય ઈંગ્લેન્ડની બેટર સોફિયા ડંકી અને બેથ મોની જેવા ધુરંધર ખેલાડીઑને પોતાની ટીમમાં સામેલ કરીને ગુજરાતે મહિલા આઈપીએલમાં પણ ટાઇટલ જીતવાની તૈયારી કરી લીધી છે.


The #Giants Dunk-in for Sophia Dunkley!


The English batter is now a #Giant! #WPL #WPLAuction | @dunkleysophia @wplt20 pic.twitter.com/4q3Z3BiRcp

— Gujarat Giants (@GujaratGiants) February 13, 2023


આજનો દિવસ મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે ઐતિહાસિક છે. ભારતમાં પ્રથમ વખત યોજાનારી મહિલા IPL (WPL 2023 Auction)ની હરાજીમાં ઘણા ખેલાડીઓને લોટરી લાગી છે. બીસીસીઆઈએ હરાજી માટે 448 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમાં 270 ભારતીય મહિલા ક્રિકેટર્સ સામેલ છે. આમાંથી 90 ,મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવાની અપેક્ષા છે. 5 ટીમો 12 કરોડ રૂપિયાની સમાન રકમ સાથે હરાજીમાં ભાગ લેશે. એક ટીમ ટીમમાં વધુમાં વધુ 18 ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરથી લઈને સ્મૃતિ મંધાના અને ડેનિયલ વેઈટ જેવી મહિલા ક્રિકેટરોએ હરાજીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.



આ પણ વાંચો: કે દાડા નું પૈણું પૈણું કરતો'તો! ગુજ્જુ ક્રિકેટર ઘોડે ચડવાનું સપનુ પૂરુ કરશે, બૉલીવુડની સુંદરી બનશે દુલ્હન

WPL 2023 Auction Updates : RCB માટે રમશે રેણુકા


ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. દિલ્હી અને આરસીબી વચ્ચે ભારે હરીફાઈ થઈ હતી. અંતે, RCBએ તેને 1.50 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.

" isDesktop="true" id="1337576" >

પેરીને પણ RCB એ કરી સામેલ


દિલ્હી અને RCB વચ્ચે અન્ય ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર એલિસ પેરીને લઈને યુદ્ધ થયું હતું. આખરે આરસીબીએ તેને 1.70 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી.
First published:

Tags: Womens Ipl 2023, WPL Auction 2023, ક્રિકેટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો