Home /News /sport /

મહિલા હોકી વર્લ્ડ કપ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો મુકાબલો 1-1થી ડ્રો

મહિલા હોકી વર્લ્ડ કપ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો મુકાબલો 1-1થી ડ્રો

તસવીર - ટ્વિટર

    ઇંગ્લેન્ડમાં રમાય રહેલા મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતે પોતાના અભિયાનની શરૂઆત ડ્રો સાથે કરી છે. ભારત પાસે મેચમાં 53 મિનિટ સુધી 1-0ની લીડ હતી. જોકે મેચની અંતિમ ક્ષણોમાં ઇંગ્લેન્ડે બરાબરીનો ગોલ કરવા સફળ રહ્યું હતું અને આ મેચ ડ્રોમાં પરિણમી હતી. આ પહેલા ભારતીય ડિફેન્સે મેચમાં શાનદાર રમતી બતાવી હતી અને ટીમ ઇન્ડિયા યજમાન ટીમના 8 પેનલ્ટી કોર્નર રોકવા સફળ રહી હતી. ભારત તરફથી એકમાત્ર ગોલ નેહા ગોયલે 25મી મિનિટે કર્યો હતો.

    ભારત મેચમાં 52 મિનિટ સુધી આગળ હતું. જોકે અંતિમ ક્ષણોમાં ઇંગ્લેન્ડને 53મી મિનિટે પેનલ્ટી કોર્નરના રૂપમાં નવમી તક મળી હતી. આ તકનો ફાયદો ઉઠાવી ઇંગ્લેન્ડની લીલી ઓસ્લેએ ગોલ કરી સ્કોર 1-1થી સરભર કરી દીધો હતો. આ વખતે પેનલ્ટી કોર્નર પર પહેલા એટેમ્પ્ટમાં ગોલ થયો ન હતો પણ ભારતીય ડિફેન્સ પાસેથી બોલ છટક્યો તો ઓસ્લેએ બોલને નેટમાં પહોંચાડવામાં કોઈ ભૂલ કરી ન હતી.

    મેચમાં ત્રણ ક્વાર્ટર સુધી પાછળ હોવા છતા ઇંગ્લેન્ડેની ટીમે એવું શાનદાર અનુશાસન બતાવ્યું હતું કે આખી મેચમાં ભારતને એકપણ પેનલ્ટી કોર્નર મળ્યો ન હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Hockey, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन