જે વિરાટ-રોહિત કરી શક્યા નથી તે મિતાલીએ કરી બતાવ્યું

News18 Gujarati
Updated: June 7, 2018, 8:36 PM IST
જે વિરાટ-રોહિત કરી શક્યા નથી તે મિતાલીએ કરી બતાવ્યું

  • Share this:
સ્ટાર મહિલા બેટ્સમેન મિતાલી રાજ આજે ટી-20 આંતરાષ્ટ્રીય મેચોમાં 2000 રન બનાવનાર પહેલી ભારતીય ક્રિકેટર બની ગઈ છે. જોધપુરની આ 35 વર્ષિય ખેલાડીએ આ ઉપલબ્ધિ મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં શ્રીલંકા પર ભારતની સાત વિકેટની જીત દરમિયાન 23 રન બનાવીને આ સિદ્ધી પોતાના નામે નોંધાવી લીધી હતી.

હવે મિાલીના નામે 75 મેચોમાં 2015 રન થઈ ગયા છે. આઈસીસીએ પણ મિતાલીની સિદ્ધીનાં વખાણ કરતાં તેને ટ્વિટર પર શુભેચ્છા આપી છે. આઈસીસીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, 'મિતાલી રાજને ટી-20 આંતરાષ્ટ્રીય મેચોમાં 2000 રનની સિદ્ધી મેળવાનર પહેલી ભારતીય ખેલાડી બનવા પર શુભેચ્છા'

બીસીસીઆઈએ પણ મિતાલીને શુભેચ્છા આપતા ટ્વિટ કર્યું કે, મિતાલી રાજ શુભેચ્છા, તમે ટી-20 આંતરાષ્ટ્રીયમાં 2000 રન બનાવનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ

મિતાલી 2000 રન બનાવનાર સાતમી મહિલા ખેલાડી છે, આ લિસ્ટમાં ચાર્લેટ એડવર્ડ્સ (2605) ટોચ પર છે, ત્યાર પછી સ્ટેફની ટેલર (2582) અને સૂજી બેટ્સ (2515) સામેલ છે.

રસપ્રદ વાત તે છે કે, ભારતીય પુરૂષ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામે 1983 રન નોંધાયેલા છે, જ્યારે તેમના પછી રોહિત શર્મા (1852) અને સુરેશ રૈના (1449)નો નંબર આવે છે.

 
First published: June 7, 2018, 8:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading