Home /News /sport /Women's Asia Cup: થાઇલેન્ડને હરાવીને ભારતીય મહિલા ટીમ પહોંચી એશિયા કપની ફાઇનલમાં

Women's Asia Cup: થાઇલેન્ડને હરાવીને ભારતીય મહિલા ટીમ પહોંચી એશિયા કપની ફાઇનલમાં

ટીમ ઈન્ડિયા આઠમી વખત વૂમન એશિયા કપ ફાઇનલમાં પ્રવેશી

Women's Asia Cup: સેમીફાઈનલમાં થાઇલેનેડને હરાવીને ભારતીય મહિલા ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ રેકોર્ડ 8મી વખત ભારતીય મહિલા ટીમ ફાઈનલમાં પહોંચી છે. સેમીફાઈનલમાં ભારતીય ટીમે થાઈલેન્ડને 74 રનથી હરાવી દીધું છે. ભારતે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકશાને 148 રન બનાવ્યા હતા. થાઇલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ પર 74 રન જ બનાવી શકી હતી.

વધુ જુઓ ...
    Women's Asia Cup: મહિલાઓની એશિયા કપ 2022ની પ્રથમ સેમિ ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે થાઇલેન્ડને 74 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે પ્રથમ રમતા શેફાલી વર્માની 42 રનની ઇનિંગની મદદથી નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. જવાબમાં થાઇલેન્ડની ટીમ 74/9 રન બનાવી શકી હતી.

    આસાનીથી ભારતીય ટીમનો વિજય

    ભારતે પાવર પ્લે બાદ 47 રન બનાવીને એક વિકેટ ગુમાવી હતી. તે બાદ ભારતની નિરંતર વિકેટ પડતી રહી હતી અને આ વચ્ચે શેફાલી વર્માએ 28 બોલમાં 5 ફોર અને એક સિક્સરની મદદથી 42 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં કેપ્ટન હરમનપ્રીત કૌર (36) ટીમને સમ્માનજનક સ્કોર સુધી પહોચાડી હતી. જવાબમાં દીપ્તિની ઘાતક બોલિંગને કારણે થાઇલેન્ડે 21 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તે બાદ પણ સતત ઝટકા વચ્ચે થાઇલેન્ડ પડકારથી દૂર રહી ગઇ હતી.

    આ પણ વાંચો : હરમનપ્રીત: સતત બે વખત બન્યા શ્રેષ્ઠ હોકી ખેલાડી, પ્રતિષ્ઠિત ખેલાડીઓની હરોળમાં

    ઓફ સ્પિનર દીપ્તિ શર્મા સૌથી સફળ બોલર રહી હતી, તેને પોતાની ચાર ઓવરમાં માત્ર સાત રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ વચ્ચે તેને એક મેઇડન ઓવર પણ નાખી હતી. દીપ્તિએ હવે 76 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 19.15ની એવરેજથી 81 વિકેટ થઇ ગઇ હતી. તેને આ ટૂર્નામેન્ટમાં સાત મેચમાં 7.15ની અદભૂત એવરેજથી 13 વિકેટ લઇ લીધી છે. તે એશિયા કપ 2022માં આ સમયે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે.


    ભારતે આઠમી વખત બનાવી ફાઇનલમાં જગ્યા

    ભારતે સતત આઠમી વખત (તમામ સિઝન) એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય મહિલા ટીમ એશિયા કપના ઇતિહાસની સફળ ટીમ છે, જેને સૌથી વધુ છ વખત ખિતાબ પર કબજો જમાવ્યો છે. ભારત સિવાય માત્ર બાંગ્લાદેશે એક વખત આ ટ્રોફી જીતી છે. બાંગ્લાદેશે 2018માં રમાયેલી ગત સીઝનની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Asia Cup

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन