Home /News /sport /Women's Asia Cup: UAE સામે ધબડકા પછી દીપ્તિ શર્મા-જેમિમા બન્યા સંકટ મોચન, બંનેની ધમાકેદાર ફિફ્ટી

Women's Asia Cup: UAE સામે ધબડકા પછી દીપ્તિ શર્મા-જેમિમા બન્યા સંકટ મોચન, બંનેની ધમાકેદાર ફિફ્ટી

ભારત-યુએઇ સામે મજબૂત સ્થિતિમાં

Women's Asia Cup: બાંગ્લાદેશમાં રમાઈ રહેલા મહિલા એશિયા કપમાં ભારતનો મુકાબલો UAE સામે ચાલી રહ્યો છે. આ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમમાં 4 ફેરફાર કરવામાં આવ્યા હતા. નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો હતો. તેમના સ્થાને સ્મૃતિ મંધાનાએ ટીમની કમાન સંભાળી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: બાંગ્લાદેશમાં રમાઈ રહેલા મહિલા એશિયા કપમાં ભારતનો મુકાબલો UAE સામે ચાલી રહ્યો છે. આ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમમાં 4 ફેરફાર કરવામાં આવ્યા હતા. નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરને આરામ આપવામાં આવ્યો હતો. તેમના સ્થાને સ્મૃતિ મંધાનાએ ટીમની કમાન સંભાળી છે. શેફાલી વર્મા, મેઘના સિંહ અને રાધા યાદવ પણ રમી રહ્યાં નથી. આ 3 ખેલાડીઓની જગ્યાએ સ્નેહ રાણા, રેણુકા સિંહ અને પૂજા વસ્ત્રાકર ટીમમાં પરત ફર્યા છે.

    ભારત તરફથી રિચા ઘોષ અને એસ મેઘનાએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી. પરંતુ, મેચના પાંચમા બોલ પર રિચા ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગઈ હતી. ચોથી ઓવરમાં એસ મેઘના પણ 10 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ચોથા નંબરે બેટિંગ કરવા ઉતરેલી ડી હેમલતા પણ 2 રન બનાવીને રનઆઉટ થઈ ગઈ હતી. 20 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી. પરંતુ, ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા અને જેમિમા રોડ્રિગ્સે માત્ર ભારતીય દાવને જ સંભાળ્યો ન હતો, પરંતુ ટીમના સ્કોરને 178 રન સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું.

    આ પણ વાંચો : બીજી T20માં વિસ્ફોટક ઇનિંગ બાદ રાહુલે શેર કર્યો ખાસ વીડિયો, સુનીલ શેટ્ટીએ કરી કોમેન્ટ

    આ બંને વચ્ચે ચોથી વિકેટ માટે 81 બોલમાં 128 રનની ભાગીદારી થઈ હતી. જેમાંથી 68 રન જેમિમાના બેટમાંથી અને 56 રન દીપ્તિના બેટમાંથી આવ્યા હતા. જેમિમાએ ઈજામાંથી સાજા થયા બાદ એશિયા કપમાં કમબેક કર્યું છે અને તેનું કમબેક અત્યાર સુધી શાનદાર રહ્યું છે.

    જેમિમા-દીપ્તિની જોડીએ ભારતીય ઇનિંગને સંભાળી

    શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ દીપ્તિ અને જેમિમાની જોડીએ સાવચેતીપૂર્વક રમવાનું શરૂ કર્યું હતું. પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં ભારતનો સ્કોર 27/3 હતો. પરંતુ, બીજી જ ઓવરમાં જેમિમાએ ગિયર બદલ્યો અને ઝડપથી બેટિંગ શરૂ કરી. સાતમી ઓવરમાં જેમિમાએ યુએઈની કેપ્ટન છાયા મુગલના સતત ત્રણ બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી જેમિમાએ પાછું વળીને જોયું નહતું. પહેલા તેણે દીપ્તિ સાથે મળીને ભારતના સ્કોરને 50 અને પછી 100 રનની પાર પહોંચાડ્યો.


    આ દરમિયાન પ્રથમ દીપ્તિએ 15મી ઓવરમાં છગ્ગા વડે પોતાની અર્ધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ જેમિમાએ પણ ચોગ્ગો ફટકારીને આ ટૂર્નામેન્ટમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन