Home /News /sport /Women's Asia Cup 2022: બ્રિગેડ હરમનપ્રીતનું મિશન શરૂ, આજે શ્રીલંકા સામે પ્રથમ મેચ

Women's Asia Cup 2022: બ્રિગેડ હરમનપ્રીતનું મિશન શરૂ, આજે શ્રીલંકા સામે પ્રથમ મેચ

આજે પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની શ્રીલંકા સામે થશે ટક્કર

Women Asia Cup IND vs SL: ભારતીય ટીમે અત્યાર સુધીમાં 6 વખત મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો છે. એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા મેન્સ એશિયા કપ 2022ના સફળ આયોજન પછી, મહિલા એશિયા કપ 2022 આજથી એટલે કે શનિવારથી શરૂ થવા જઈ રહ્યો છે. આજે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને થાઈલેન્ડ વચ્ચે રમાશે. ત્યારે બીજી મેચ ભારત અને શ્રીલંકા (IND-W vs SL-W) વચ્ચે થશે.

વધુ જુઓ ...
    Women Asia Cup IND vs SL: ભારતીય ટીમે અત્યાર સુધીમાં 6 વખત મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો છે. એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા મેન્સ એશિયા કપ 2022ના સફળ આયોજન પછી, મહિલા એશિયા કપ 2022 આજથી એટલે કે શનિવારથી શરૂ થવા જઈ રહ્યો છે. આજે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને થાઈલેન્ડ વચ્ચે રમાશે. ત્યારે બીજી મેચ ભારત અને શ્રીલંકા (IND-W vs SL-W) વચ્ચે થશે.

    આ વખતે ટૂર્નામેન્ટમાં સાત ટીમોએ ભાગ લીધો છે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, થાઈલેન્ડ, યુએઈ, મલેશિયા અને યજમાન બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. T20 ફોર્મેટમાં યોજાનારી આ ટૂર્નામેન્ટની તમામ મેચ રોબિન રાઉન્ડ ફોર્મેટમાં રમાશે.

    આ પણ વાંચો :  મહિલા શૂટર શશી પાંડેએ કહ્યું; 'મેં પહેલીવાર પિસ્તોલ ઉપાડી ત્યારે ડર લાગ્યો હતો પરંતુ...'

    મહિલા એશિયા કપના ઈતિહાસમાં અત્યાર સુધી ભારતીય ટીમ 6 વખત ટાઈટલ જીતી ચુકી છે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ ગત વખતે ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.

    ભારતીય ટીમનો ઉત્સાહ ઊંચો છે

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે તાજેતરમાં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી ઈંગ્લેન્ડમાં તેમના ઘરમાં જ ક્લીન સ્વીપ કરી. પોતાના શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ભારતની મહિલા ક્રિકેટ ટીમ હવે સાતમી વખત એશિયા કપ પર કબજો કરીને શ્રીલંકા પાસેથી ખિતાબ છીનવવા પર રહેશે. આ એશિયા કપમાં ભારતીય ટીમને ફેવરિટ માનવામાં આવી રહી છે.

    આ ભારતીય ખેલાડીઓ પર રહેશે નજર

    ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી ભારતીય ઓપનિંગ જોડી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા પર રહેશે. ત્યારે બધાની નજર કેપ્ટન હરમનપ્રીત કૌર પર રહેશે, હરમન સારા ફોર્મમાં ચાલી રહી છે અને તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે. રેણુકા સિંહ બોલિંગમાં ટીમનું નેતૃત્વ કરશે.


    ટોસની મહત્વની ભૂમિકા

    ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ બાંગ્લાદેશના સિલ્હેટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચો આ મેદાન પર રમાશે. આ મેદાન પર ટોસ મહત્વની ભૂમિકા ભજવશે, કારણ કે આ મેદાન પર અત્યાર સુધી 8 મેચમાંથી બીજા નંબર પર બેટિંગ કરનારી ટીમ 6 વખત જીતી છે.

    મેચ ક્યારે અને ક્યાં જોવી?

    એશિયા કપ 2022ની ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:00 વાગ્યે શરૂ થશે. ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચની મજા માણી શકાય છે. ત્યારે ડિઝની + હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ થઈ શકે છે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन