Home /News /sport /Women Equality: સચિન તેંડુલકર જેવો જ વર્લ્ડ રેકોર્ડ છે ઝુલન ગોસ્વામીના નામે, જાણો કેવો રહ્યો છે સંઘર્ષ

Women Equality: સચિન તેંડુલકર જેવો જ વર્લ્ડ રેકોર્ડ છે ઝુલન ગોસ્વામીના નામે, જાણો કેવો રહ્યો છે સંઘર્ષ

39 વર્ષીય ઝુલન ગોસ્વામી ચકદાહા એક્સપ્રેસના નામથી જાણીતી છે

Jhulan Goswami Inspirational Story : 39 વર્ષીય ઝુલન ગોસ્વામી ચકદાહા એક્સપ્રેસના નામથી જાણીતી છે, છોકરાઓ ઝુલનને ઘરની પાસેના મેદાનમાં રમવા દેતા ન હતા. તેથી તે રોજ પ્રેક્ટિસ કરવા માટે ઘરથી 80 કિમી દૂર જતી હતી

દર વર્ષે 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ (Women Equality day) ઉજવવામાં આવે છે. કાયદાની નજરમાં સ્ત્રી અને પુરુષોને સમાન અધિકાર હોય છે. પરંતુ સમાજમાં હજુ પણ મહિલાઓ પ્રત્યે લોકોની બેવડી માનસિકતા છે. તેમને હજુ પણ પુરુષો જેવા સમાન અધિકાર નથી. અલબત સમય જતાં મહદઅંશે સુધારા પણ થઈ રહ્યા છે, આજે સ્ત્રીઓ માત્ર ઘરની ચાર દીવાલ વચ્ચે સીમિત નથી. મહિલાઓએ (Women Equality)દરેક ક્ષેત્રમાં પોતાની ભૂમિકા ભજવી છે. ત્યારે મહિલા સમાનતા દિવસ નિમિતે આપણે આજે ભારતીય મહિલા ક્રિકેટની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami)ના સંઘર્ષ અંગે જાણીશું. તેણે ઘણી મહિલાઓને સ્પોર્ટ્સમાં આગળ વધવા પ્રેરણા આપી છે.

39 વર્ષીય ઝુલન ગોસ્વામી ચકદાહા એક્સપ્રેસના નામથી જાણીતી છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાંથી નિવૃત્તિ લેવા જઈ રહી છે. તે પોતાની અંતિમ મેચ 24 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સમાં રમશે.

ઝુલન ક્રિકેટર બને તે માતા-પિતા ઇચ્છતા ન હતા


ઝુલન એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેણે શાળાકીય અભ્યાસ ચકદાહામાં કર્યો હતો. તેણે 1992નો ક્રિકેટ વર્લ્ડ કપ ટીવી પર જોયો ત્યારથી તેને ક્રિકેટમાં રસ જાગ્યો હતો. ત્યારબાદ ઝુલને ક્રિકેટર બનવાનું નક્કી કર્યું હતું. પરંતુ તે સમયમાં મહિલા ક્રિકેટર બનવું સહેલું નહોતું. ઝુલનના માતા-પિતા પણ નહોતા ઈચ્છતા કે તે ક્રિકેટર બને. પરંતુ કહેવાય છે કે, જે વ્યક્તિને કંઇક કરવાની ધગશ હોય છે, તે ગમે તે સંજોગોમાં પણ પોતાની જાતે આગળ વધે છે. આવું જ ઝુલન સાથે થયું છે. આજે ઝુલન ગોસ્વામી મહિલા વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી પ્રથમ બોલર છે. તેણે વર્ષ 2002માં ડેબ્યૂ મેચ રમી હતી. લગભગ બે દાયકા સુધી ચાલેલી કારકિર્દીમાં તેણે ક્રિકેટની દુનિયામાં મોટું સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો - ટ્રેક્ટર ચલાવવાનું શીખી રહી છે કેરળની મહિલાઓ, ખેતીમાં કરશે પુરૂષોની બરાબરી

પ્રેક્ટિસ માટે દરરોજ 80 કિ.મી.ની મુસાફરી કરતી હતી.


ચકદાહામાં ક્રિકેટ રમવાની કોઈ સુવિધા ન હતી, તેથી તે કોલકાતા આવી હતી. ત્યાં છોકરાઓ ઝુલનને ઘરની પાસેના મેદાનમાં રમવા દેતા ન હતા. તેથી તે રોજ પ્રેક્ટિસ કરવા માટે ઘરથી 80 કિમી દૂર જતી હતી. તેણે 15 વર્ષની ઉંમરે ક્રિકેટની દુનિયામાં પગ મૂક્યો હતો અને 19 વર્ષની ઉંમરે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ઝુલને ઇંગ્લેન્ડ સામે તેની પ્રથમ વનડે અને ટેસ્ટ મેચ રમી હતી.

છોકરાઓ ધીમી બોલિંગ બદલ કરતાં હતા મજાક


આજે ઝૂલન ભારતની સૌથી ઝડપી બોલર છે, પરંતુ જ્યારે તે ક્રિકેટર બનવાનું સપનું જોતી હતી અને પ્રેક્ટિસ દરમિયાન ધીમા બોલ ફેંકતી હતી, ત્યારે છોકરાઓ ચીડવતા હતા. તેને ફક્ત બેટિંગ કરવાનું કહેતા હતા. ઝુલને છોકરાઓએ કરેલી કોમેન્ટને સકારાત્મક રીતે લીધી અને પહેલાં કરતાં પોતાની જાત પર વધુ મહેનત કરવા લાગી હતી. પરિણામ એ આવ્યું કે બાદમાં તે ભારતની સૌથી ઝડપી મહિલા બોલર બની હતી.

સચિન તેંડુલકરની જેમ 6 ક્રિકેટ વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ


ઝુલન ગોસ્વામીએ તેની લગભગ બે દાયકાની કારકિર્દીમાં 12 ટેસ્ટ, 68 ટી-20 અને 201 વન ડે મેચ રમી છે. વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઝુલનના નામે છે. તેણે વન-ડે ક્રિકેટમાં 252 વિકેટ ઝડપી છે. પોતાના કરિયરમાં ઝૂલને 6 ક્રિકેટ વર્લ્ડ કપ રમ્યા છે, જે સચિન તેંડુલકરની બરાબર છે.

ઝુલનની બાયોપિક ચકદાહા એક્સપ્રેસમાં અનુષ્કા શર્મા


ઝૂલન ગોસ્વામીની બાયોપિક 'ચકદાહા એક્સપ્રેસ'ના નામે બની રહી છે. અનુષ્કા શર્મા બાયોપિકમાં ઝુલનની ભૂમિકા નિભાવતી જોવા મળશે અને સુશાંત દાસ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.
First published:

Tags: Jhulan Goswami, Jhulan Goswami biopic, Women equality

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन