વિન્ટર ઓલિમ્પિક 2018: 17 વર્ષના રેડ ગેરાર્ડે રચ્યો ઈતિહાસ

News18 Gujarati
Updated: February 11, 2018, 5:40 PM IST
વિન્ટર ઓલિમ્પિક 2018: 17 વર્ષના રેડ ગેરાર્ડે રચ્યો ઈતિહાસ
News18 Gujarati
Updated: February 11, 2018, 5:40 PM IST
અમેરિકન યુવા ખેલાડી રેડ ગેરાર્ડે બધાને ચોકાવતા સાઉથ કોરિયાના પ્યોંગયાંગમાં ચાલી રહેલ વિન્ટર ઓલિમ્પિકમાં અમેરિકાને પહેલો ગોલ્ડ મેડલ અપાવી દીધો છે. જ્યારે બાકીના બંને મેડલ કેનેડાના ખાતામાં ગયા છે. કેનેડાના મેક્સ પેરોટ અને એમસી મોરિસે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

17 વર્ષના ગેરાર્ડે સ્નોબોર્ડ સ્લોપ સ્ટાઈલના પુરૂષ વર્ગમાં બધા અનુભવી ખેલાડીઓને પછાડીને પદક પોતાના નામે કરી લીધો હતો. જોકે, ગેરાર્ડના આ મહામુકાબલામાંની શરૂઆતથી લઈને ગોલ્ડ સુધી પહોંચવાની સફર પણ ફિલ્મી રહી હતી. પોતાની પહેલી બે દોડમાં ગેરાડ પડી ગયો હતો. જેના કારણે તે 11માં સ્થાને રહ્યો હતો, પરંતુ ત્રીજી અને ફાઈનલ દોડમાં તેને શાનદાર પ્રદર્શન કરતાં 87.16નો સ્કોર કર્યો અને મેડલ ટેબલમાં ટોચના સ્થાને રહ્યો. જ્યારે કેનેડાનો મેક્સ 86.00 પોઈન્ટ બીજા અને મોરિસ 85.20 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે રહ્યો હતો.


Loading...

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવા અમેરિકન ખેલાડી બન્યા બાદ ગેરાર્ડે કહ્યું કે, તે ખુબ જ શાનદાર હતું. મે તો મારી જાતને જ કહ્યું હતું કે, દોડ સાથે લેન્ડ કરવા માંગું છું અને પહેલી બે દોડમાં મે થોડો ખરાબ પ્રદર્શન કર્યો, કેમ કે તેમાં હું પડી ગયો હતો. ગેરાર્ડ 10 વર્ષનો હતો ત્યારથી સ્નોબોર્ડિંગ કરી રહ્યો છે.

દક્ષિણ કોરિયાના શહેર પ્યોંગચાંગમાં ચાલી રહેલ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સને ભારતીય ખેલપ્રેમી જિયો ટીવી પર જોઈ શકે છે. ઓલિમ્પિકની લાઈવ કવરેજ ભારતીય સમયાનુસાર સવારે 5.30 વાગ્યાથી જિયો ટીવી, ઓલિમ્પિક ચેનલ અને યૂ-ટયૂબ પર જોઈ શકે છે.
First published: February 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...