કેમ્પબેલ અને શાઇ હોપે વન-ડેમાં 365 રનની ભાગીદારી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

News18 Gujarati
Updated: May 5, 2019, 10:46 PM IST
કેમ્પબેલ અને શાઇ હોપે વન-ડેમાં 365 રનની ભાગીદારી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
વિન્ડીઝના કેમ્પબેલ અને શાઇ હોપે 365 રનની ભાગીદારી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો (તસવીર - ટ્વિટર)

કેમ્પબેલના 137 બોલમાં 179 રન, શાઇ હોપના 152 બોલમાં 170 રન , વિન્ડીઝના 50 ઓવરમાં 3 વિકેટે 381 રન

  • Share this:
વેસ્ટ ઇન્ડીઝના શાઇ હોપ અને જોન કેમ્પબેલની જોડીએ આયરલેન્ડ સામેની વન-ડેમાં 365 રનની ભાગીદારી કરી ઇતિહાસ રચી દીધો છે. આ જોડીએ વન-ડેમાં પ્રથમ વિકેટ માટે સૌથી વધારે રનની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ પાકિસ્તાનના ઇમામ ઉલ હક અને ફખર ઝમાનના નામે હતો. બંનેનો 2018માં ઝિમ્બાબ્વે સામે 304 રનનો રેકોર્ડ હતો. વેસ્ટ ઇન્ડીઝને જોડીએ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ (331 રન)ની ભાગીદારીનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

જોન કેમ્પબેલે 137 બોલમાં 15 ફોર અને 6 સિક્સરની મદદથી 179 રન બનાવ્યા હતા. જ્યારે વિકેટકીપર બેટ્સમેન શાઇ હોપે 152 બોલમાં 22 ફોર અને 2 સિક્સરની મદદથી 170 રન બનાવ્યા હતા. આ બંનેની સદીની મદદથી વેસ્ટ ઇન્ડીઝે આયરલેન્ડ સામેની વન -ડેમાં 50 ઓવરમાં 3 વિકેટે 381 રન બનાવ્યા હતા. જવાબમાં આયરલેન્ડ 34.4 ઓવરમાં 185 રનમાં ઓલઆઉટ થતા વેસ્ટ ઇન્ડીઝનો 196 રને વિજય થયો હતો.

આ પણ વાંચો - પિતાની બીમારીના કારણે બે બહેનો બની વાળંદ, સચિને કરાવી દાઢી
કેમ્પબેલ અને શાઇ હોપે 47.2 ઓવરમાં 365 રન બનાવ્યા હતા. આ સ્કોરે આઉટ કેમ્પબેલ આઉટ થતા કોઈપણ વિકેટ માટે સૌથી વધારે ભાગીદારીનો રેકોર્ડ કરવાથી વંચિત રહ્યા હતા. આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઈલ અને માર્લોન સેમ્યુઅલ્સના નામે છે. બંનેએ 2015માં ઝિમ્બાબ્વે સામે બીજી વિકેટ માટે 372 રનની ભાગીદારી બનાવી હતી.ભારત તરફથી કોઇપણ વિકેટ માટે સૌથી વધારે રનની ભાગીદારીનો રેકોર્ડ સચિન અને દ્રવિડના નામે છે. બંનેએ 1999માં ન્યૂઝીલેન્ડ સામે બીજી વિકેટ માટે 331 રનની ભાગીદારી કરી હતી. જે આજે પણ વન-ડેમાં કોઈપણ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે.
First published: May 5, 2019, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading