Home /News /sport /Wimbledon 2021: એશ્લે બાર્ટી પ્રથમ વખત વિમ્બલડનમાં બની ચેમ્પિયન, પહેલા હતી ક્રિકેટર

Wimbledon 2021: એશ્લે બાર્ટી પ્રથમ વખત વિમ્બલડનમાં બની ચેમ્પિયન, પહેલા હતી ક્રિકેટર

Wimbledon 2021: એશ્લે બાર્ટી પ્રથમ વખત વિમ્બલડનમાં બની ચેમ્પિયન, પહેલા હતી ક્રિકેટર

મહિલા સિંગલ્સની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ ચેક રિપબ્લિકની કેરૌલિના પ્લિસ્કોવાને ત્રણ સેટમાં 6-3, 6-7, 6-3થી હરાવી

લંડન : ઓસ્ટ્રેલિયાની ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ (Ashleigh Barty) પ્રથમ વખત વિમ્બલડન-2021નું (Wimbledon 2021) ટાઇટલ જીતી લીધું છે. મહિલા સિંગલ્સની ફાઇનલમાં બાર્ટીએ ચેક રિપબ્લિકની કેરૌલિના પ્લિસ્કોવાને ત્રણ સેટમાં 6-3, 6-7, 6-3થી હરાવી હતી. બાર્ટીનું આ બીજુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. નંબર-1 બાર્ટીએ આ પહેલા 2019માં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું.

ફાઇનલમાં બાર્ટીએ સારી શરૂઆત કરી હતી. તેણે શરૂઆતમાં પ્લિસ્કોવાની બે સર્વિસ બ્રેક કરી અને પ્રથમ સેટમાં 4-0થી લીડ મેળવી હતી. જોકે આ પછી પ્લિસ્કોવાએ વાપસી કરતા સ્કોર 3-5 કરી દીધો હતો. જોકે આ પછી બાર્ટીએ પોતાની સર્વિસમાં જીત મેળવી પ્રથમ સેટ 6-3થી પોતાના નામે કર્યો હતો. જોકે બીજો સેટ પ્લિસ્કોવાએ 7-6થી જીતીને 1-1થી બરાબરી કરી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : બે લાખ વાપર્યા છતાંય પ્રેમિકાએ દગો આપ્યો, પ્રેમીએ ફિલ્મી સ્ટાઈલે કરી નાખી હત્યા

અંતિમ સેટમાં બાર્ટીએ પ્લિસ્કોવાને તક ના આપી

અંતિમ સેટમાં 25 વર્ષની બાર્ટીએ પ્લિસ્કોવાને કોઇ તક આપી ન હતી. તેણે 3-0થી લીડ બનાવી હતી. આ પછી સ્કોર 4-2 થયો હતો. અંતમાં બાર્ટીએ 6-3થી જીત મેળવી મુકાબલો પોતાના નામે કર્યો હતો. આ મુકાબલો એક કલાક 55 મિનિટ ચાલ્યો હતો. બાર્ટી સપ્ટેમ્બર 2019થી ટોપ રેન્કિંગ પર છે.
" isDesktop="true" id="1113211" >

બિગ બેશ લીગમાં ઉતરી ચૂકી છે

એશ્લે બાર્ટી ટેનિસ પહેલા 2015-16માં ઓસ્ટ્રેલિયાની ટી-20 ક્રિકેટ લીગ બિગ બેશમાં ઉતરી ચૂકી છે. તે બ્રિસ્બેન હીટ તરફથી રમતી હતી. જોકે 9 મેચમાં એકપણ અડધી સદી ફટકારી શકી ન હતી. 39 રન તેનો બેસ્ટ સ્કોર છે. તે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો દમ બતાવશે.
First published:

Tags: Ashleigh barty, Ashleigh barty wins, Wimbledon, Wimbledon 2021, Wimbledon grand slam

विज्ञापन