ટેનિસ : કોરોના વાયરસના કારણે વિમ્બલડન રદ, બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત નહીં રમાય

News18 Gujarati
Updated: April 1, 2020, 10:43 PM IST
ટેનિસ : કોરોના વાયરસના કારણે વિમ્બલડન રદ, બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત નહીં રમાય
ટેનિસ : કોરોના વાયરસના કારણે વિમ્બલડન રદ, બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત નહીં રમાય

પ્રથમ વખત વિમ્બલડન મહામારીના કારણે રદ કરવામાં આવી છે

  • Share this:
લંડન : કોરોના વાયરસ (Coronavirus)ની અસર સ્પોર્ટ્સની ઇવેન્ટ ઉપર પણ થઈ રહી છે. દુનિયાભરમાં ફેલાયેલ કોરોના વાયરસની મહામારીના કારણે ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ વિમ્બલડન (Wimbledon)રદ કરી દીધી છે. પ્રથમ વખત વિમ્બલડન મહામારીના કારણે રદ કરવામાં આવી છે. આ પહેલા વિમ્બલડનને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રદ કરવામાં આવી હતી. આ સિવાય ફ્રેન્ચ ઓપનને આગળ ખસેડી દેવામાં આવી છે. સાત જૂન સુધી બધી સ્પર્ધાઓ રદ કરવામાં આવી છે.

કોરોના વાયરસના કારણે વિમ્બલડન પછી ગ્રાસકોર્ટ ટૂર્નામેન્ટ પણ રદ થવાની આશંકા છે. આયોજકોએ પહેલા જ વિમ્બલડનને દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં રમાડવાની ના પાડી હતી.

આ પણ વાંચો - IPL પર મોટા સમાચાર, હવે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરાવવાની યોજના!

વિમ્બલડન રદ થવાની અસર દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરર અને સેરેના વિલિયમ્સ ઉપર પણ પડી શકે છે. બની શકે કે હવે ફેડરર અને સેરેના વિમ્બલડનમાં રમતા જોવા ના મળે. કારણ કે ફેડરર અને સેરેના 2021ની ચેમ્પિયનશિપ સુધી લગભગ 40 વર્ષના થઈ જશે. જ્યારે વિનસ વિલિયમ્સ 41 વર્ષની થઈ જશે.

દિગ્ગજોથી સજ્જ વિમ્બલડન 29 જૂનથી શરુ થવાની હતી. જ્યાં નોવોક જોકોવિચ અને સિમોના હાલેપ સિંગલ્સ ટાઇટલ હચાવવા માટે ઉતરવાના હતા. જોકે હવે ટૂર્નામેન્ટ કોરોનાના કારણે રદ થઈ ગઈ છે. આ મહામારીથી દુનિયાભરમાં 8 લાખ 40 હજારથી વધારે લોકો સંક્રમિત છે.
First published: April 1, 2020, 10:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading