Home /News /sport /એશિયા કપ 2023 માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં? જય શાહે આપ્યું મોટું નિવેદન
એશિયા કપ 2023 માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં? જય શાહે આપ્યું મોટું નિવેદન
જય શાહે કહ્યું છે કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.
Asia Cup: ICC દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા ફ્યુચર ટૂર પ્રોગ્રામ એટલે કે FTPમાં પાકિસ્તાનને આગામી 3 વર્ષમાં બે મોટી ICC ઇવેન્ટની યજમાની કરવાની તક મળી છે.
એશિયા કપ 2023 (Asia Cup 2023) પાકિસ્તાન (Pakistan)માં યોજાશે નહીં. આ ટુર્નામેન્ટ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે. મુંબઈમાં BCCIની AGM બાદ સેક્રેટરી જય શાહે આ વાતની પુષ્ટિ કરી હતી. જય શાહે કહ્યું કે આવતા વર્ષે એશિયા કપ તટસ્થ સ્થળે યોજાશે. ભારતીય ટીમને પાકિસ્તાન જવાની પરવાનગી અંગે સરકાર જ નિર્ણય લે છે, તેથી અમે તેના પર ટિપ્પણી કરીશું નહીં. પરંતુ, 2023 એશિયા કપ માટે એ નક્કી કરવામાં આવ્યું છે કે આ ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજવામાં આવશે.
BCCIના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે કહ્યું કે, એશિયા કપ માટે કોઈ ન્યુટ્રલ સ્થળ નવી બાબત નથી. અમે નક્કી કર્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. આપણે તટસ્થ સ્થળે રમીશું.
2022 એશિયા કપની યજમાની શ્રીલંકાને સોંપવામાં આવી હતી. જોકે, ત્યાંની રાજકીય સ્થિતિ સારી ન હોવાને કારણે આ ટુર્નામેન્ટ યુએઈમાં યોજાઈ હતી. 2023 માં ODI વર્લ્ડકપ ભારતમાં રમવાનો છે, પરંતુ એ અગાઉ 2023માં એશિયાકપ ટૂર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં પાકિસ્તાનમાં યોજાવાની છે.
શરૂઆતમાં એવા અહેવાલ હતા કે BCCIએ ભારતીય ટીમના પાકિસ્તાન જવા અને એશિયા કપમાં ભાગ લેવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે અને કદાચ ભારતીય ટીમ અશિયાકપ માટે પાકિસ્તાન જઈ શકે છે. પરંતુ BCCIની AGMમાં ભાગ લેવા આવેલા જય શાહે સ્પષ્ટ કર્યું કે ભારતીય ટીમના પાકિસ્તાન જવાનો સવાલ જ ઊભો થયો નથી.
ICC દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા ફ્યુચર ટૂર પ્રોગ્રામ એટલે કે FTPમાં પાકિસ્તાનને આગામી 3 વર્ષમાં બે મોટી ICC ઇવેન્ટની યજમાની કરવાની તક મળી છે. એશિયા કપ, જે આવતા વર્ષે 50 ઓવરના ફોર્મેટમાં રમાશે અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ પાકિસ્તાનમાં યોજાશે.
પાકિસ્તાનમાં લગભગ એક દાયકા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ છે. તે પછી આ પ્રથમ વખત છે, જ્યારે પાકિસ્તાનને બે મોટી ICC ટૂર્નામેન્ટની યજમાની મળી છે. પરંતુ BCCIના એશિયા કપને તટસ્થ સ્થળ પર આયોજિત કરવાના નિવેદન બાદ જોવાનું રહેશે કે પાકિસ્તાન આ મામલે આ અંગે શું વલણ અપનાવે છે. એશિયાકપ આખરે ક્યા સ્થળે યોજવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર