Home /News /sport /પાકિસ્તાનના કેપ્ટનને IPLમાં રમવાને લઇને પૂછવામાં આવ્યો સવાલ, બાબર આઝમની બોલતી થઇ ગઇ બંધ

પાકિસ્તાનના કેપ્ટનને IPLમાં રમવાને લઇને પૂછવામાં આવ્યો સવાલ, બાબર આઝમની બોલતી થઇ ગઇ બંધ

બાબર આઝમ (ફાઇલ ફોટો)

Will Pakistani players play in IPL? ટી-20 વર્લ્ડકપ 2022 પોતાના અંતિમ પડાવ પર પહોચી ગયુ છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે મેલબોર્નમાં ફાઇનલ મેચ રમાશે. આ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પત્રકાર પરિષદ કરા હતા. આ દરમિયાન તેને IPLમાં રમવાને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો. તે બાદ વાતને સંભાળવા માટે પાકિસ્તાનના મીડિયા મેનેજરે વચ્ચે કૂદવુ પડ્યુ હતુ.

વધુ જુઓ ...

    શું હતો સવાલ?

    બાબર આઝમને પૂછવામાં આવ્યુ કે શું તેમણે ભવિષ્યમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમવાની કોઇ આશા છે, જેનાથી તેમની રમતને ફાયદો થાય. પત્રકારે સવાલ કર્યો, આઇપીએલ રમવાના લાભ વિશે વાત કરીએ, શું તમને લાગે છે કે તેનાથી તમને અને તમારી ટીમને મદદ મળશે અને શું તેને લઇને ભવિષ્યમાં કોઇ આશા છે?

    વર્લ્ડકપ ફાઇનલ પર સવાલ લઇ રહ્યા છીએ

    તે બાદ બાબર આઝમ પાકિસ્તાનના મીડિયા મેનેજર તરફ જોવા લાગ્યો હતો ત્યારે તેમણે જવાબ આપ્યો, અમે આ સમયે વર્લ્ડકપ ફાઇનલ પર સવાલ લઇ રહ્યા છીએ. પાકિસ્તાનના ખેલાડી આઇપીએલની પ્રથમ સીઝમાં જ રમી શક્યા હતા. તે બાદ બન્ને દેશ વચ્ચે રાજકીય સબંધ ખરાબ થઇ ગયા. પાકિસ્તાનના ખેલાડીઓના આઇપીએલમાં ભાગ લેવા પર રોક લગાવી દેવામાં આવી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन