Home /News /sport /શું મહેન્દ્ર સિંહ ધોની રાજકારણમાં જોડાઈ અને ચૂંટણી લડશે? આ છે હકીકત

શું મહેન્દ્ર સિંહ ધોની રાજકારણમાં જોડાઈ અને ચૂંટણી લડશે? આ છે હકીકત

એમ.એસ. ધોનીની ફાઇલ તસવીર

હાલમાં ચૂંટણીના માહોલમાં અનેક ખેલાડીઓ અને ક્રિકેટરોએ રાજકીય દળોનો હાથ પકડ્યો છે, ત્યારે ધોની રાજકારણમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

    ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રાજકારણમાં જોડાઈ અને ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ સામે આવી છે, કે ધોની વહેલીતકે ચૂંટણી લડશે. એવી અફવા પણ ફેલાવાઈ રહી છે કે ધોની ભાજપમાં જોડાશે અને ભાજપની ટિકચ પર ચૂંટણી લડશે, જોકે, આ તમામ અટકળો ખોટી છે.

    દેશમાં ચૂંટણીનો માહોલ છે, અનેક ફિલ્મી સ્ટાર અને ખેલાડીઓએ રાજકીય દળોનો હાથ પકડ્યો છે, જેના પગલે ધોની રાજકારણમાં ધોનીની એન્ટ્રીની અટકળો જોવા મળી હતી. એક ફેસબુક પોસ્ટમાં અમિત શાહ અને ધોનીની તસવીર મૂકવામાં આવી છે, અને નીચે કેપ્શન લખવામાં આવી છે, 'મહેન્દ્રસિંહ ધોની ભાજપમાં જોડાઈ શકે છે. તેઓ જલ્દી ચૂંટણી લડી શકે છે. શું તમે ભાઈનું સ્વાગત નહીં કરો'?

    આ તસવીર જૂની છે અને ગત મહિનાની ઑગસ્ટની છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ 'સંપર્ક સે સમર્થન' અભિયાન હેઠળ એમ.એસ. ધોનીને મળવા માટે તેમન ઘરે ગયા હતા.



    જ્યારથી આ પોસ્ટ શેર કરવામાં આવી છે ત્યારથી અત્યાર સુધી 950 વખત શેર કરવામાં આવી છે. આ પોસ્ટ પર દોઢ લાખ લાક છે. અગાઉ પણ એવી અટકળો હતી કે ધોની લોકસભા ચૂંટણી લડશે પરંતુ આવી તમામ અટકળો ખોટી સાબિત થઈ છે.

    ધોનીના મેનેજર અને મિત્ર અરૂણ પાંડેએ કહ્યું,“આ દાવામાં કોઈ સત્ય નથી. ધોની હાલમાં આઈપીએલ રમી રહ્યાં છે, ત્યારબાદ વર્લ્ડકપમાં ભાગ લેશે.” ચેન્નાઇ સુપર કિંગ્સના સીઆઈઓ કાશી વિશ્વનાથે પણ જણાવ્યું હતું કે આ દાવામાં કોઈ સત્ય નથી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ભાજપ, મહેન્દ્રસિંહ ધોની, સ્પોર્ટસ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन