Home /News /sport /BCCI President: શું જય શાહ બનશે બીસીસીઆઇના આગામી અધ્યક્ષ?

BCCI President: શું જય શાહ બનશે બીસીસીઆઇના આગામી અધ્યક્ષ?

જય શાહ (ફાઇલ તસવીર @JayShah)

Jay Shah: ઘણા સભ્યોને લાગ્યું કે જય શાહના પ્રયત્નોને કારણે જ કોવિડ -19 મહામારી દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શક્ય બની હતી. આ સાથે જ જય શાહ જ એકમાત્ર કારણ છે કે આઇપીએલને 48,390 કરોડ રૂપિયાના મીડિયા રાઇટ્સ મળી શક્યા છે, જેના કારણે બોર્ડની તિજોરીમાં મોટો વધારો થયો છે. જો આમ થશે તો 33 વર્ષીય જય શાહ બીસીસીઆઇના સૌથી યુવા પ્રમુખ હશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના બંધારણમાં સુધારાને મંજૂરી આપી દીધી છે, જેના કારણે તેના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Saurav Ganguly) અને સચિવ જય શાહ (Jay Shah) માટે ફરજિયાત બ્રેક (કૂલિંગ-ઓફ પીરિયડ) પર ગયા વિના પદ પર બન્યા રહેવાનો માર્ગ મોકળો થયો છે. બીસીસીઆઇએ તેના સૂચિત સુધારામાં તેના હોદ્દેદારો માટે ફરજિયાત બ્રેકમાં છૂટછાટ આપવાની માંગ કરી હતી. જેના કારણે ગાંગુલી અને શાહને આગામી 30મી સપ્ટેમ્બર, 2022 પછીની આગામી ત્રણ વર્ષની ટર્મ માટે પ્રમુખ અને સેક્રેટરી તરીકે જારી રહેવાની છૂટ આપવામાં આવી હતી. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને શાહ ઓક્ટોબર 2019થી બીસીસીઆઇમાં ટોચના હોદ્દા પર છે, પરંતુ જય શાહ બીસીસીઆઇના આગામી પ્રમુખ (Next BCCI President) બને તેવી અટકળો ચાલી રહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, 15 રાજ્ય સંઘોએ જય શાહને બીસીસીઆઇના અધ્યક્ષ તરીકે સમર્થન આપ્યું છે. ઘણા સભ્યોને લાગ્યું કે જય શાહના પ્રયત્નોને કારણે જ કોવિડ -19 મહામારી દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શક્ય બની હતી. આ સાથે જ જય શાહ જ એકમાત્ર કારણ છે કે આઇપીએલને 48,390 કરોડ રૂપિયાના મીડિયા રાઇટ્સ મળી શક્યા છે, જેના કારણે બોર્ડની તિજોરીમાં મોટો વધારો થયો છે. જો આમ થશે તો 33 વર્ષીય જય શાહ બીસીસીઆઇના સૌથી યુવા પ્રમુખ હશે.

એક પદાધિકારીનો કાર્યકાળ સતત 12 વર્ષ


જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને હેમા કોહલીની બેન્ચે જણાવ્યું કે, કોઈ પદાધિકારીનો સતત 12 વર્ષનો કાર્યકાળ હોઈ શકે છે, જેમાં સ્ટેટ એસોસિએશનમાં છ વર્ષ અને બીસીસીઆઈમાં છ વર્ષનો કાર્યકાળ સામેલ છે, પરંતુ તે પછી તેને ત્રણ વર્ષના બ્રેક પર જવું પડશે. બેન્ચે કહ્યું કે, કોઈ પણ પદાધિકારી બીસીસીઆઇ અને સ્ટેટ એસોસિએશન એમ બંને સ્તરે સતત બે ટર્મ સુધી કોઈ ચોક્કસ હોદ્દા પર રહી શકે છે. જે બાદ તેણે ત્રણ વર્ષનો બ્રેક લેવો પડશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની અંપાયર અસદ રઉફનું નિધન, શોકમાં ડૂબ્યું ક્રિકેટ જગત

શા માટે રાખવામાં આવે છે બ્રેક?


ખંડપીઠે જણાવ્યું હતું કે, "બ્રેકના સમયગાળાનો હેતુ અનિચ્છનીય એકાધિકારને રચવા દેવાનો નથી." અગાઉ જસ્ટીસ આરએમ લોઢાની આગેવાની હેઠળની સમિતિએ બીસીસીઆઇમાં સુધારાની ભલામણ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી હતી. આમાં સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલા બીસીસીઆઇના બંધારણ અનુસાર કોઈ પણ વ્યક્તિ માટે સ્ટેટ ક્રિકેટ એસોસિએશન કે બીસીસીઆઇમાં સતત બે વર્ષની ત્રણ ટર્મ બાદ ત્રણ વર્ષના બ્રેક પર જવું ફરજીયાત હતું.

શું ગાંગુલી અધ્યક્ષ પદે યથાવત રહેશે?


જ્યાં ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળમાં પદાધિકારી હતા, તો શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા હતા. આ નિર્ણય બાદ બોર્ડની અંદર ઘણા મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. સૌથી મહત્વની બાબત એ છે કે શું ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે યથાવત રહેશે? કે પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના પ્રમુખ પદ માટે દાવો કરશે? તો શું જય શાહને બીસીસીઆઈના સભ્ય તરીકે પ્રમોશન અપાશે?

આ પણ વાંચો:  T20 ફોર્મેટમાંથી સંન્યાસ લેશે વિરાટ કોહલી, દિગ્ગજ ક્રિકેટરના નિવેદનથી સનસની

બીસીસીઆઇની અંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાઈ શકે છે. "બોર્ડમાં એજીએમ (વાર્ષિક સામાન્ય સભા) પછી સ્થિતિ બદલાઈ શકે છે. જ્યાં સુધી ઉમેદવારી પત્ર ન ભરાય ત્યાં સુધી તમે કશું કહી શકતા નથી. એજીએમ પછી શું થશે તે કહેવું ખૂબ જ વહેલું છે. જોકે, કોર્ટનો નિર્ણય હાલના પદાધિકારીઓની તરફેણમાં છે."
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Jay Shah, આઇસીસી, ક્રિકેટ, બીસીસીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन