સાઉથ આફ્રિકાના વિકેટકિપરે જ પોતાની ટીમને હરાવી દીધી મેચ!

 • Share this:
  દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં રવિવારે રમાયેલ પ્રથમ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ મેજબાન ટીમને 28 રનોથી હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યો, પરંતુ સાઉથ આફ્રિકાના વિકેટકિપર હેનરિચ ક્લાસેએ પણ એક મોટી ભૂલ કરીને પોતાની ટીમને હારના મોઢામાં ધકેલી દીધી.

  અસલમાં મેચની ચોથી ઓવરમાં જૂનયર ડાલાનો બોલ શિખર ધવનના બેટની કટ લઈને નિકળીને વિકેટકિપર ક્લાસેના હાથમાં સમાઈ ગઈ હતી. પરંતુ તેને ખબર જ ના પડી કે, બોલ કટ લઈને આવ્યો છે અને તેને એમ્પાયરને કોઈ ખાસ અપિલ કરી જ નહી.

  3.2 ઓવરમાં જૂનિયર ડાલાએ એક શોર્ટ પિચ બોલ નાંખ્યો, જેના પર ધવને પૂલ શોર્ટ રમવાની કોશિશ કરી. આ દરમિયાન બોલ શિખર ધવનના બેટની કટ લઈને ક્લાસેના હાથમાં ચાલી ગઈ હતી. એમ્પાયર અને બોલરને તો આની ખબર ના પડી પરંતુ તેની સાથે વિકેટકિપર ક્લાસે પણ ખબર પડી નહતી. આમ સામાન્ય રીતે જ્યારે કટ લાગે છે, ત્યારે સૌથી પહેલા વિકેટકિપરને ખબર પડે છે. જોકે, આ બોલ નાંખવામાં આવી ત્યારે મેદાનમાં પણ ઘણો બધો કોલાહલ થઈ રહ્યો હતો. જેના કારણે જ એમ્પાયર, બોલર અને વિકેટકિપર ત્રણેયને કટની ખબર પડી નહતી.

  શિખર ધવને 10 રનો પર મળેલા આ જીવનદાનનો ખુબ ફાયદો ઉઠાવ્યો અને 39 બોલમાં 72 રન ઝૂડી નાંખ્યા. ધવને પોતાની અર્ધશતકિય ઈનિંગ દરમિયાન 2 સિક્સ અને 10 ફોર ફટકારી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 203 રનનો મોટો સ્કોર ઉભો કરી નાંખ્યો હતો. જવાબમાં મેજબાન ટીમ 175 રન જ બનાવી શકી અને 3 મેચોની ટી-20 સિરીઝમાં 0-1થી પાછળ થઈ ગઈ.
  Published by:Mujahid Tunvar
  First published: