Virat Kohli અને બીસીસીઆઈ વચ્ચે જંગ 6 મહિના પહેલા જ શરૂ થઇ ગયો હતો, રિઝલ્ટ હવે આવ્યું સામે

કેપ્ટન વિરાટ કોહલી

Virat Kohli Quit T20I Captaincy - વિરાટ કોહલીએ (Virat Kohli)ગુરુવારે ટી-20માંથી ટીમની કેપ્ટનશિપ (Virat Kohli T20I captaincy)છોડવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા

 • Share this:
  નવી દિલ્હી : વિરાટ કોહલીએ (Virat Kohli)ગુરુવારે ટી-20માંથી ટીમની કેપ્ટનશિપ (Virat Kohli T20I captaincy)છોડવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે તેની તૈયારી ઘણા મહિનાથી ચાલી રહી હતી. કોહલીએ વર્કલોડ મેનેજમેન્ટની વાત કહીને ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) પછી કેપ્ટનશિપ છોડવાની વાત કહી છે. જોકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC) પછી તેના ખરાબ બેટિંગ પ્રદર્શનને જોતા ટી-20ની કેપ્ટનશિપ છોડવાની વાત સામે આવી રહી હતી. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની મેચો 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યોજાવાની છે.

  ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે નવા સિલેક્ટર્સ અને કોચિંગમાં થવાના ફેરફારના કારણે વિરાટ કોહલીનો પડકાર વધી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં કોહલીને શિખર ધવનને ઇંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણી દરમિયાન ટીમમાં સામેલ કરાવવાને લઇને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. સિલેક્ટર્સ ધવનના બદલે વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓપનરને ટીમમાં રાખવા માંગતા હતા. જોકે કોહલી ધવનને ટીમમાં સામેલ કરાવવાના પક્ષમાં હતો.

  પાંચ દિવસ રાહ જોવી પડી

  ભલે આ પછી પસંદગીકારોએ શ્રીલંકાના પ્રવાસમાં શિખર ધવનને કેપ્ટન બનાવ્યો પણ માર્ચમાં થયેલી બેઠક પછી ટીમની જાહેરાત કરવા અને સહમતિ માટે પાંચ દિવસ લાગી ગયા હતા. જોકે સૂત્રોનું કહેવું છે કે કોહલીને કશું પણ સાબિત કરવાની જરૂર નથી. બીસીસીઆઈ કોહલી પરથી થોડું દબાણ ઓછું કરવા માંગે છે.

  આ પણ વાંચો - Virat Kohli Quits: વિરાટે T-20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ નવા કેપ્ટનની રેસમાં કેમ સૌથી આગળ છે Rohit Sharma?

  કોહલી બધાને પર્યાપ્ત સમય આપવા ઇચ્છતો હતો

  જાણકારી પ્રમાણે બુધવારે સાંજે વિરાટ કોહલીએ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, ચીફ સિલેક્ટર્સ સાથે બેઠક કરીને પોતાના નિર્ણય વિશે જણાવી દીધું હતું. તેણે ટી-20 વર્લ્ડ કપ પછી કેપ્ટનશિપ છોડવાની વાત કહી હતી. જેનાથી સિલેક્ટર્સ અને બોર્ડને સમય મળી શકે. જ્યારે કોહલીએ કેપ્ટનશિપ છોડવાની વાત ગુરુવારે કહી હતી. આ પછી જય શાહે કહ્યું હતું કે કોહલી આરસીબી સિવાય વન-ડે ટીમની કેપ્ટનશિપ પણ કરતો રહેશે.

  આ કારણે રોહિત શર્મા બની શકે છે કેપ્ટન

  વિરાટ કોહલી પછી રોહિત શર્મા કેપ્ટન (Rohit Sharma may become Team India Captain) બની શકે છે. તે માટે સૌથી મજબૂત પાસું છે કે તે હંમેશા IPLમાં સફળ કેપ્ટન સાબિત થયો છે, જ્યારે કોહલી માટે સ્થિતિ થોડી વિપરિત છે. રોહિત શર્મા IPLના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. રોહિતે વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020માં મુંબઇ ઇન્ડિયન્સને જીત અપાવી હતી. વર્ષ 2013થી 2020 સુધી રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત ટાઈટલ જીતાડ્યુ છે અને 8 એડિશનમાં 6 વખત પ્લેઓફમાં પ્રવેશ મેળવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: