ધોનીની નિવૃત્તિને લઈને વિરાટ કોહલી BCCI અધ્યક્ષ ગાંગુલી સાથે વાત કરવા તૈયાર

રાંચી ટેસ્ટ પછી ધોની ભારતીય ટીમ સાથે જીતની ઉજવણી કરતા પહોંચ્યો હતો

રાંચી ટેસ્ટ પછી ધોની ભારતીય ટીમ સાથે જીતની ઉજવણી કરતા પહોંચ્યો હતો

 • Share this:
  રાંચી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ઇનિંગ્સ અને 202 રને વિજય મેળવ્યા પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli)મહેન્દ્રસિંહ ધોનીની (Mahendra Singh Dhoni)નિવૃત્તિ લઈને મોટું નિવેદન કર્યું છે. રાંચી ટેસ્ટ પછી ધોની ભારતીય ટીમ સાથે જીતની ઉજવણી કરતા પહોંચ્યો હતો. રવિ શાસ્ત્રીએ ધોની સાથે ફોટો પણ પડાવ્યો હતો.

  રાંચી ટેસ્ટ પછી પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીને સવાલ કરવામાં આવ્યો હતો કે બીસીસીઆઈના (BCCI) ના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ કહ્યું હતું કે તે મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્યને લઇને વિરાટ કોહલી સાથે વાત કરશે. આ સવાલ પર વિરાટે કહ્યું હતું કે હું તેમને અભિનંદન પાઠવું છું. એ સારું છે કે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ બની ગયા છે પણ તેમણે હજુ સુધી આ વિશે વાત કરી નથી. હું આ વિશે શું કહી શકું, તે જ્યારે પણ મને વાત કરવા માટે બોલાવશે હું તેમને મળવા જઇશ. આટલું કહેતા જ વિરાટ કોહલીના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું.

  આ પણ વાંચો - ભારતના બધા કેપ્ટનો પર ભારે પડ્યો વિરાટ, બનાવ્યા આ રેકોર્ડ્સ  ધોની પર સવાલ પુછ્યો તો કહ્યું - ચાલો, તેને હેલ્લો કહી દો
  વિરાટ કોહલીને સવાલ કરવામાં આવ્યો હતો કે રાંચી ટેસ્ટ ચાર દિવસમાં ખતમ થઈ ગઈ છે. મહેન્દ્રસિંહ ધોની મળવા આવશે. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ધોની અહીં જ છે, તે ચેન્જિંગ રુમમાં છે. ચાલો તેને હેલ્લો બોલી દો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનો (Indian Team)પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઇંગ્લેન્ડમાં યોજાયેલા આઈસીસી વર્લ્ડ કપ 2019 પછી એકપણ મેચ રમ્યો નથી.

  ધોની ડિસેમ્બરમાં ભારત પ્રવાસે આવી રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામે મેદાનમાં વાપસી કરે તેવી સંભાવના છે. બાંગ્લાદેશ સામેની શ્રેણી માટે 24 ઑક્ટોબરે ટીમની પસંદગી થશે. આ દિવસે બીસીસીઆઈના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી ધોનીના ભવિષ્યને લઈને પસંદગીકારો સાથે વાત કરશે.
  Published by:Ashish Goyal
  First published: