ત્રણ મહિનાથી પાણી પીવડાવી રહ્યો છે આ ખેલાડી, ક્રિકેટના બદલે લઈ રહ્યો છે ઇન્ટરવ્યૂ!

News18 Gujarati
Updated: January 17, 2019, 7:35 AM IST
ત્રણ મહિનાથી પાણી પીવડાવી રહ્યો છે આ ખેલાડી, ક્રિકેટના બદલે લઈ રહ્યો છે ઇન્ટરવ્યૂ!
ત્રણ મહિનાથી પાણી પીવડાવી રહ્યો છે આ ખેલાડી, ક્રિકેટના બદલે લઈ રહ્યો છે ઇન્ટરવ્યૂ!

આ દરમિયાન વિરાટે ‘ચહલ ટીવી’પર આવવું ગર્વની વાત ગણાવી હતી

  • Share this:
ટીમ ઇન્ડિયાનો લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. હાલ સુધી તેને વન-ડેની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. તે છેલ્લા ત્રણ મહિનાથી કોઈ વન-ડે મેચ રમ્યો નથી. જોકે તે મેદાન બહાર ધમાલ મચાવી રહ્યો છે. ચહલ મેચ પછી દરેક દિવસે બીસીસીઆઈ માટે ટીમ ઇન્ડિયાના એક સ્ટાર ખેલાડી સાથે ખાસ વાતચીત કરે છે. આ સ્પેશ્યલ શો નું નામ આપવામાં આવ્યું છે ‘ચહલ ટીવી’. એડિલેડમાં ધમાકેદાર સદી ફટકારનાર વિરાટને ચહલે સ્પેશ્યલ શો માં બોલાવ્યો હતો.

વિરાટ તો ચહલ ટીવી પર આવીને યુજવેન્દ્ર ચહલનો દીવાનો બની ગયો હતો. ચહલ સાથે ઘણી હસી-મજાક કરી હતી. આ દરમિયાન વિરાટે ‘ચહલ ટીવી’પર આવવું ગર્વની વાત ગણાવી હતી. ચહલે વિરાટને પુછ્યું હતું કે શું તમે ક્યારેય વિચાર કર્યો હતો કે તમે ચહલ ટીવી પર ક્યારેય આવશો? વિરાટ પર હાજર જવાબી સાબિત થયો હતો. તેણે કહ્યું હતું કે 39 સદી ફટકારવી અને મેન ઓફ ધ મેચ બનવાથી વધારે ગર્વની વાત છે કે હું ચહલ ટીવી પર તમારે સાથે છું.આ પણ વાંચો - ‘અનલકી’ છે ધોનીની ગાળ, એક ખેલાડી થયો છે બહાર, હવે ખલીલ અહમદનું શું થશે?

શો ના અંતમાં ચહલ વિરાટને પોતાની ચેનલ પ્રમોટ કરવાનું કહે છે. વિરાટનો ચેનલ પ્રમોટ કરવાનો અંદાજ પણ અનોખો હતો. વિરાટે કહ્યું હતું કે જોવો ભાઈ. ચહલ ટીવી પર આવવું હશે તો તમારે આવું જ પ્રદર્શન કરવું પડશે. નહીંતર કોઈ ચાન્સ નથી. જે સદી નથી ફટકારતો અને પાંચ વિકેટ ઝડપ તો નથી તે ચહલ ટીવી પર આવતો નથી. ગત વખત રોહિત આવ્યો હતો. આ વખતે હું આવ્યો છું. તમને ચેનલનો સ્ટાન્ડર્ડ ખબર છે. જો સદી ના ફટકારે કે પાંચ વિકેટ ના ઝડપે તો આ ભાઈ સાહેબ ટાઇમ આપતા નથી.
First published: January 16, 2019, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading