Home /News /sport /

Captain Virat Kohli એક ભવ્ય ઈમારત છોડી ગયો! શા માટે સૌથી સફળ ટેસ્ટ કેપ્ટને અત્યારે છોડી કેપ્ટનશીપ?

Captain Virat Kohli એક ભવ્ય ઈમારત છોડી ગયો! શા માટે સૌથી સફળ ટેસ્ટ કેપ્ટને અત્યારે છોડી કેપ્ટનશીપ?

Virat Kohli Test Captaincy : વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડતા દેશ દુનિયામાંથી શુભકામનાઓનો વરસાદ

Virat Kohli quits Test Captainship: વિરાટ કોહલીએ ભારત માટે 68 ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી અને તેમાંથી 40 ટેસ્ટ ભારતને જીતાડી. રોહિત શર્મા આગામી ટેસ્ટ કેપ્ટન માટે સૌથી આગળ પડતું નામ છે.

  Ameya Bhise : વિરાટ કોહલીને (Virat Kohli is an Enigma) તમે પ્રેમ કરો કે નફરત કરો પરંતુ તમે તેને અવગણી ન શકો. ભારતીય ક્રિકેટના 80 વર્ષના ઈતિહાસમાં અનેક લેજન્ડ્સ થયા છે પરંતુ વિરાટ કોહલી એક એવો ખેલાડી છે જે બીજીવાર પેદા નહીં થઈ શકે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ (IND vs SA Test Series)માં હાર મળી એના બીજા જ દિવસે ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટને કમાન છોડી દીધી (Virat Kohli Stepped down As Test Captain). આ સીરિઝને ભારત માટે આફ્રિકાનો કિલ્લો સર કરવાની શ્રેષ્ઠ તક તરીકે પ્રસાર પ્રચાર કરવામં આવી હતી જ્યાં ભારત જીતી ન શકે

  બેસ્ટ ઓફ ધી બેસ્ટ

  કેપ્ટનશીપ એક અલગ પ્રકારનું સન્માન છે જે ભારતમાં કેટલાક દિગ્ગજોને મળ્યું છે. સીકે નાયડુ વર્ષ 1932માં ભારતના પ્રથમ ટેસ્ટ કેપ્ટન બન્યા હતા. ભારત લાલા અમરનાથની કેપ્ટનશીપમાં પહેલીવાર ટેસ્ટ મેચ જીત્યું હતું. વિદેશમાં ભારતની પ્રથમ જીત મનસુર અલી ખાન પટૌડીની કેપ્ટનશીપમાં મળી હતી. આ સદીની શરૂઆતથી જ સૌરવ ગાંગુલી અને એમ.એસ. ધોનીએ ભારતીય ટીમને ફક્ત ઘરની ટર્નિંગ પીચો પર જ નહીં પરંતુ વિદેશની ફાસ્ટ અને બાઉન્સી પીચ પર જીત અપાવતી કરી દીધી હતી.

  વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટનની સરખામણીએ આ સ્તરને ઉપર ઉઠાવ્યું હતું. કેપ્ટનશીપની ધૂરા સંભાળ્યા બાદ 68 ટેસ્ટમાં વિરાટ કોહલીની જીતની ટકાવારી 58.82 ચકા છે. વિરાટથી વધુ સ્ટિવ વોએ 71.92 ટકા અને રિકી પોન્ટીંગ 62.33 ટકા જીત મેળવી છે. વિશ્વમાં 25 ટેસ્ટમાં એક સાથે કેપ્ટનશીપ કરનાર કોઈ કેપ્ટન પાસે આવી એવરેજ નથી. વિરાટ કોહલીની આક્રમકતામાં ભાર 40 ટેસ્ટ જીત્યુ અને 17 ટેસ્ટમાં હાર મળી અને 11 ડ્રો ગઈ

  16 ટેસ્ટ વિદેશમાં જીત

  ભારત વિરાટ કોહલીના નેતૃત્વમાં વિદેશની ઘરતી પર 16 ટેસ્ટ મેચ જીત્યુ. આ પણ ભારતના કોઈ પણ ટેસ્ટ કેપ્ટને હાસલ કરેલો સૌથી મોટો રેકોર્ડ છે. જ્યારે રેકોર્ડ જ જાતે આંખે ઉડીને વળગે છે. આ સફળતા વિરાટ કોહલીના એટીટ્યૂડના કારણે મળી,. કોહલીના આયોજનમાં ફક્ત સ્ટ્રેટેજી અને ગેમ પ્લાન જ નહોતો પરંતુ તે માઈન્ડ ગેમ્સ પણ રમતો જે ગાંગુલીમાં પણ જોવા મળતું હતું.

  કોહલી વિરોધીઓના ચામડા ચીરી નાખતો, તે હરિફોના પ્રત્યુતરની રાહ જોયા વગર તેને સામેથી જ સ્લેજ કરતો. દરેક વિકેટ બાદ તેની ઉજવણી ટીમને અનેરો ઉત્સાહ આપતી. મનની વાત કહેવામાં એણે ક્યારેય શરમ ભરી નથી.

  ધી એન્ડની શરૂઆત

  ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતીય ટીમ જ્યારે ટી-20 વર્લ્ડકપની તૈયારી કરી રહી હતી ત્યારે કોહલીએ આશ્ચર્યજનક જાહેરાત કરી કે તે ટી-20 કેપ્ટનશીપ છોડવા માંગે છે.ટી-20 વર્લ્ડકપ પછી વિરાટ કોહલી કેપ્ટનશીપ નહીં કરે તેવી જાહેરાત થઈ. તેણે કામના ભારણને કારણ ગણાવ્યું અને ટેસ્ટ અને વનડેની કેપ્ટનશીપ કરવાની ઈચ્છા જતાવી.

  પોતાના નિવેદનમાં તેણે કહ્યું, 'કામના ભારણને સમજવું મહત્ત્વપૂર્ણ બાબત છે. છેલ્લા 8-9 વર્ષથી હું ત્રણેય ફોર્મેટમાં વર્કલોડ ઉઠાવી રહ્યો છું. જેમાં છેલ્લા 5-6 વર્ષથી ત્રણેય ફોર્મેટનો વર્કલોડ છે. હું એવું માનું છું કે ટીમને વનડે અને ટેસ્ટમાં સંપૂર્ણપણે નેતૃત્વ આપવા માટે મારી જાતને થોડી મોકળાશ આપવાની જરૂર છે.

  આ ઘટનાના થોડા મહિના બાદ ડિસેમ્બરમાં બીસીસીઆઈએ રોહિત શર્માને મર્યાદિત ઓવર ટી-20 અને વનડે કેપ્ટન તરીકે જાહેર કરી દીધો. વધુમાં બીસીસઆઈ પ્રમુખ ગાંગુલીએ એમ પણ કહ્યું કે વિરાટ કોહલીને ટી-20 કેપ્ટનશીપ ન છોડવા માટે જણાવવામાં આવ્યું હતું.

  જોકે, સાઉથ આફ્રિકા પ્રવાસે રવાના થવાના પૂર્વ સંધ્યાએ કોહલીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે કેપ્ટનશીપ છોડવાના તેના નિર્ણયને ગાંગુલીએ વધાવલી લીધો હતો અને તેને આવકારદાયક પગલું ગણાવ્યું હતું. કોહલીએ વધુમાં ટાક્યું તેને વનડે કેપ્ટનશીપમાં દૂર કરવાના નિર્ણય અંગે ટીમ જાહેર થવાની કલાક પહેલાં જ જાણ કરવામાં આવી હતી.

  ટીમ ટેસ્ટ સીરિઝ માટે રવાના થઈ રહી હતી એટલે આખુ પ્રકરણ અભેરાઈએ ચઢી ગયુ હતું પરંતુ સમગ્ર પ્રકરણ પરથી હવે પડો ઉંચકાઈ રહ્યો છે અને તેનું અંતિમ પ્રકરણ સામે આવ્યું છે. ભારતીય કેપ્ટન કે વિરાટ કોહલીએ વિદેશમાં હાર હાસલ કરી હોય તેવી આ પહેલી સીરિઝ નથી. માટે સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમના શ્રેણી હારને કોહલીના રાજીનામાનું કારણ ગણાવવવું અયોગ્ય ગણાશે.

  પહેલાંથી જ અપેક્ષિત નહોતું?

  લેખકે, Virat Kohli Survives Axe From Tests As Ajinkya Rahane, Cheteshwar Pujara Face The Heat? આ કહાણીમાં સાઉથ આફ્રિકા સીરિઝ પહેલાં પરીપ્રેક્ષ્ય દર્શાવ્યો હતો કે કેવી રીતે કોહલીએ કેપ્ટનશીપ છોડવી પડશે. 'બીસીસીઆઈ સામે શિંગડા ભરાવી અને કોઈ જાજા કેપ્ટન ટકી શક્યા નથી. વિરાટ કોહલીએ બોર્ડ અને તેના વડા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને શિંગડે ભેરવી દીધા. સાઉથ આફ્રિકા સીરિઝનું પરિણામ કઈ પણ આવે વિરાટ કોહલી ટેસ્ટ કેપ્ટનશીપ ગુમાવશે..'

  હવે શું?

  કેપ્ટનશીપનું સુકાન છોડવા છતાં વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં ખેલાડી તરીકે રમતો રહેશે. રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટન તરીકે પહેલી પસંદ છે. આ સાથે અજિંક્ય રહાણે તેના ખરાબ પ્રદર્શન બદલ સ્થાન ગુમાવશે અને કે.એલ. રાહુલનું પણ પ્લેઇંગ 11માં રમવું અનિશ્ચિત રહેશે.

  રોહિત શર્મા વિરાટ કોહલીએ આપેલા વારસાને આગળ કેવી રીતે લઈ જશે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી રહેશે. જોકે, ચાહકો વિરાટ કોહલીના આક્રમક ઉત્સાહ અને વિકેટ પછીને જીતની ઉજવણીને કાયમ યાદ કરશે.

  જોકે, વિરાટના બેટમાંથી રમનો વરસાદ થતો રહેશે. કેપ્ટન કોહલીએ ઈમારત છોડી છે પરંતુ કિંગ કોહલી હજુ મેદાને છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: ક્રિકેટ, વિરાટ કોહલી

  આગામી સમાચાર