Home /News /sport /

ધોની અને કોહલીને કેમ પસંદ પડી ટીમ ઇન્ડિયાની નવી જર્સી

ધોની અને કોહલીને કેમ પસંદ પડી ટીમ ઇન્ડિયાની નવી જર્સી

બીસીસીઆઈએ થોડા દિવસો પહેલા જ વર્લ્ડ કપ-2019 માટે નવી જર્સી લોન્ચ કરી

બીસીસીઆઈએ થોડા દિવસો પહેલા જ વર્લ્ડ કપ-2019 માટે નવી જર્સી લોન્ચ કરી

    ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું છે કે ટીમ ઇન્ડિયાના નવી જર્સીમાં તેમને કઈ વાત સારી લાગી છે. બીસીસીઆઈએ થોડા દિવસો પહેલા જ વર્લ્ડ કપ-2019 માટે નવી જર્સી લોન્ચ કરી હતી. વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેને જર્સીમાં લાઇટ ફેબરિક પસંદ છે. આ જર્સી જૂની જર્સી કરતા હલકી છે.

    કોહલીએ બીસીસીઆઈ ડોટ.ટીવીમાં કહ્યું હતું કે અમે આવી સ્લીક ઇચ્છતા હતા. જ્યારે તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હોય તો તમારે એક ખાસ પ્રકારે દેખાવવું પડે છે. એક એથ્લિટ તરીકે તમારી કિટ અને જર્સી થોડીક અલગ હોવી જોઈએ. આ એક ડિઝાઈનની વાત છે પણ જ્યાં સુધી ફિટ અને ફીલની વાત કરવામાં આવે તો અમે જર્સી હલકી ઇચ્છતા હતા અને તેની ફેબવિક આવી જ છે. આ સ્કિન ઉપર ઘણી હલ્કી છે.

    આ પણ વાંચો - ધોનીએ પોતાના નામના પેવેલિયનનું ઉદ્ઘાટન કરવાની કેમ પાડી ના, જાણો કારણ

    એમએસ ધોનીએ કહ્યું હતું કે આ ઘણી કમ્પર્ટેબલ છે. ઘણી આરામદાયક છે. આમાં ટૂ-ટોન કલર કર્યો છે જે ભવિષ્યની ડિઝાઈન જોવા મળે છે. 38 વર્ષનો વ્યક્તિ આ વાત કરી રહ્યો છે તો થોડુક મજાક લાગી શકે છે પણ મને તેની ડિઝાઈન પસંદ આવી છે. અત્યાર સુધી અમે પહેરી છે તેના કરતા આ જર્સી અલગ છે.



    ટીમ ઇન્ડિયાની નવી જર્સીમાં ઘણા ફેરફાર છે. કોલરનો રંગ બહારથી ફરી એક વખત બ્લૂ કરી દીધો છે. જેની ઉપર 1983 વર્લ્ડ કપ, 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપની જીતની તારીખ લખેલી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ms dhoni, Team india, Team India jersey, Team India New jersey, બીસીસીઆઇ, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन