33 વર્ષ બાદ અચાનક શિખર ધવન કેમ વેજીટેરીયન થઈ ગયો?

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઑપનર શિખર ધવન ચોંકાવનારો ખુલાસો કર્યો છે, તેમણે જણાવ્યું કે શા માટે તેઓ જીવનના 33માં વર્ષે વેજીટેરીયન થઈ ગયા

News18 Gujarati
Updated: May 17, 2019, 3:42 PM IST
33 વર્ષ બાદ અચાનક શિખર ધવન  કેમ વેજીટેરીયન થઈ ગયો?
શિખર ધવનની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 3:42 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી :  ભારતીય ટીમના સ્ટાર ઑપનર શિખર ધવને પોતાની ફૂડ હેબિટ વિશે ચોંકવનારો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં શિખર ધવન પોતાના ડાયટ પ્લાન અને ખોરાકની આદતમાં કરેલા પરિવર્તન વિશે ચર્ચા કરી છે. શિખર ધવને પોતાના જીવનના 33માં વર્ષે કરેલા બદલાવ વિશે ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તે હવે સંપૂર્ણપણે વેજીટેરીયન થઈ ગયો છે.

અંગ્રેજી અખબાર 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' ઇન્ડિયા સાથેની વાતચીતમાં શિખર ધવને જણાવ્યું હતું કે હું મારી લાગણીઓ મોટા ભાગે નથી દેખાડતો. વધારે ઉત્સાહીત થઈ જવાથી કોઈ ફરક નથી પડતો. હું મારૂ મન શાંત રાખવાનું પસંદ કરૂ છું. જોકે, તેનો અર્થ એવો નથી કે હું ગંભીર વ્યક્તિ છું.

ત્રણ મહિનામાં જીવન બદલાયું

ટાઇમ્સ સાથેની વાતચીતમાં શિખર ધવને એક ચોંકવાનારો ખુલાસો કર્યો છે. શિખર ધવને જણાવ્યું હતું કે 'હું ડાયેટ કે ફિટનેસના કારણે વેજીટેરીયન નથી બન્યો. હું મારી સિસ્ટમમાંથી નેગેટિવ ઉર્જા ઓછી કરવા માંગું છું. મને એવું લાગી રહ્યું હતું કે નોન વેજ ખાવાથી શરીરમાં નકારાત્મક ઉર્જા આવી રહી હતી એટલે હું વેજીટેરીયન થઈ ગયો.' ઉલ્લેખનીય છે કે શિખર ધવન પંજાબી છે અને નોન વેજ ખોરાકના શોખીન હતા. તેમના પત્ની આયેશા બગાળના છે અને તેઓ પણ નોન વેજ આહારના શોખીન છે.

પત્નીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી
પાછલા ઘણા સમયથી નબળા દેખાવના કારણે શિખર ધવન ટીકાનો સામનો કરી રહ્યાં હતા. જોકે, ગબ્બર તરીકે જાણીતા આ ખેલાડીએ ક્યારેય હિમ્મત હારી નહોતી. આ ખરાબ સમયમાં શિખરને પત્ની આયેશાનો મહત્ત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો.
શિખરે કહ્યું હતું કે 'હું મારી પત્ની સાથે મારી રમત વિશે ચર્ચા કરૂ છું. અમે આ વિષયમાં ગંભીર ચર્ચા કરીએ છીએ. ક્યારેક ક્યારેક તે અતિ ઉત્સાહમાં મારા ખરાબ પ્રદર્શન બાદ મને ખીજાય પણ છે. એ વખતે મારે કહેવું પડે છે કે કે શાંતિ જાળવો આટલો ગુસ્સો તો મારા કોચ પણ નથી કરતા.'

શિખર આયેશાને પોતાના માટે લક્કી માને છે. તેમણે કહ્યું, 'હું લક્કી છું, મારી પત્ની બંને દિકરીઓ સાથે આવી હતી જેના કારણે મને મારી ઉર્જાને સંતુલિત કરવામાં મદદ મળી હતી. તેમના કારણે મારા જીવનમાં સ્થિરતા આવી છે.'

વર્લ્ડ કપ માટે કોઈ દબાણ નથી.
શિખર વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના ઑપનર રહેશે. તેમણે કહ્યું હતું કે હું સહેજ પણ દબાણમાં નથી. તેમણે કહ્યું કે હું જેટલો મારી રમત વિશે વિચારીશ એટલો વધારે દબાણ અનુભવીશ. એટલે મારે એ બાબતું ધ્યાન રાખવું પડશે કે હું ઉશ્કેરાઈ ન જાવ અને શાંત રહું.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...