સચિન તેંડુલકરનો હજુ સુધી કેમ નથી થયો ICCના હોલ ઓફ ફેમમાં સમાવેશ?

News18 Gujarati
Updated: July 4, 2018, 5:31 PM IST
સચિન તેંડુલકરનો હજુ સુધી કેમ નથી થયો ICCના હોલ ઓફ ફેમમાં સમાવેશ?

  • Share this:
ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડનો હાલમાં જ આઈસીસીએ પોતાની 75મી વાર્ષિક બેઠક દરમિયાન હોલ ઓફ ફેમમાં સમાવેશ કર્યો હતો. નિશ્ચિત રીતે આ ભારત માટે આ મોટા સન્માનની વાત છે. જોકે ક્રિકેટ પ્રશંસકો એ વિચારી રહ્યા છે કે સચિન તેંડુલકર પહેલા રાહુલ દ્રવિડનો આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ કેવી રીતે થયો. દ્રવિડ આ સન્માન મેળવનારો ભારતનો પાંચમો ક્રિકેટર બન્યો છે. આ પહેલા બિશનસિંહ બેદી, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને અનિલ કુંબલે આ એવોર્ડથી સન્માનિત થયા છે.

હાલ સચિનના પ્રશંસકો એ જાણવા ઇચ્છુક હશે કે ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટરનું નામ હજુ સુધી આ લિસ્ટમાં કેમ નથી. આ પાછળનું કારણ આઈસીસીના નિયમો છે. આઈસીસીના નિયમોના કારણે સચિનને હજુ સુધી હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું નથી.

શું કહે છે આઈસીસીનો નિયમ

આઈસીસીના નિયમ પ્રમાણે જે ક્રિકેટરોએ છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ પ્રકારના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભાગ ન લીધો હોય તેવા જ દિગ્ગજ ખેલાડીઓને આ સન્માન મળે છે. સચિન નવેમ્બર 2013માં વેસ્ટ ઇન્ડીઝ સામે મુંબઈમાં પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. આ તેની 200મી ટેસ્ટ હતી. આથી સચિનની નિવૃત્તિને હજુ પાંચ વર્ષ થયા નથી. એટલે કે સચિનના પ્રશંસકોએ હજુ ઓછામાં ઓછા પાંચ મહિના રાહ જોવી પડશે.

આવા છે સચિન અને દ્રવિડના આંકડા
સચિને 200 ટેસ્ટમાં 51 સદીની મદદથી 15921 રન બનાવ્યા છે. જ્યારે વન-ડે ક્રિકેટમાં 463 મેચમાં 49 સદી સાથે 18426 રન બનાવ્યા છે. આ સિવાય સચિને એક ટી-20માં 10 રન બનાવ્યા છે. બીજી તરફ દ્રવિડે 164 ટેસ્ટમાં 36 સદીની મદદથી 13288 રન અને 344 વન-ડેમાં 12 સદીની મદદથી 10889 રન બનાવ્યા છે. એકમાત્ર ટી-20માં 31 રન બનાવ્યા છે.84 નોટ આઉટ
અત્યાર સુધી 84 ક્રિકેટરોનો આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ થયો છે. જેમાં 77 મેન્સ અને 7 વિમેન્સ ખેલાડી સામેલ છે. દેશની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડના સૌથી વધારે 28 ક્રિકેટરોને આ સન્માન મળ્યું છે. આ પછી ઓસ્ટ્રેલિયા (25), વેસ્ટ ઇન્ડીઝ (18), ભારત-પાકિસ્તાન (5), ન્યૂઝીલેન્ડ (3), દક્ષિણ આફ્રિકા (2) અને શ્રીલંકા (1)નો નંબર આવે છે.
First published: July 4, 2018, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading