સીધા દેખાતા સ્ટમ્પ પાછળ મુંઝવણમાં જોવા મળી રહી છે ટીમ ઇન્ડિયા

News18 Gujarati
Updated: November 5, 2018, 3:51 PM IST
સીધા દેખાતા સ્ટમ્પ પાછળ મુંઝવણમાં જોવા મળી રહી છે ટીમ ઇન્ડિયા
સીધા દેખાતા સ્ટમ્પ પાછળ મુંઝવણમાં જોવા મળી રહી છે ટીમ ઇન્ડિયા

દરેકના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે બંનેમાંથી ભારતનું ભવિષ્ય કોણ છે, દિનેશ કાર્તિક કે પંત?

  • Share this:
વેસ્ટ ઇન્ડીઝ સામે જ્યારે ત્રણ મેચની ટી-20 મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે દરેક ક્રિકેકટપ્રેમી એમએસ ધોનીનું નામ ના જોઈને આશ્ચર્યચકિત હતા. ધોનીના સ્થાને યુવા વિકેટકિપર રિષભ પંતનો ટીમમાં સમાવેશ કરાયો હતો. કહેવામાં આવતું હતું કે પંત ભારતનું ભવિષ્ય છે અને હવે તેને તૈયાર કરવાની જરુર છે. જેના માટે જરુરી છે કે તે વધારેને વધારે મેચો રમે. સુકાની વિરાટ કોહલીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે ધોની ટી-20માં પંત માટે સ્થાન બનાવવા માંગે છે, જેથી વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20માં ન રમવાનો નિર્ણય કર્યો હતો.

કોલકાના ઇડન ગાર્ડન્સમાં ટીમ ઇન્ડિયા ધોની વગર રમવા ઉતરી હતી. ટોસ થયા પછી રોહિત શર્માએ અંતિમ ઇલેવનની લિસ્ટ આપી હતી. જેમાં પંતને વિકેટકિપરની જવાબદારી, જ્યારે દિનેશ કાર્તિકને બેટ્સમેન તરીકે સમાવેશ કર્યો હતો. જોકે જ્યારે ટીમ ફિલ્ડિંગ ભરવા ઉતરી તો ગ્લવ્ઝ કાર્તિકના હાથમાં હતા અને પ્રથમ મેચમાં કાર્તિકે વિકેટકિપીંગ કરી હતી.

આ પછી દરેકના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે બંનેમાંથી ભારતનું ભવિષ્ય કોણ છે, દિનેશ કાર્તિક કે પંત?

- ધોનીએ કોના માટે સ્થાન ખાલી કર્યું છે
- શું કાર્તિક ભારતનું ભવિષ્ય બનવા સક્ષમ છે.
- ટેસ્ટ ક્રિકેટમાં ટીમ પંત ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને વિકેટકીપરની જવાબદારી આપી હતી તો વેસ્ટ ઇન્ડીઝ જેવી ટીમ સામે આ વિશ્વાસ ક્યાં ગયો?- બીસીસીઆઈને કેમ લાગી રહ્યું છે કે ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ વિકેટકીપર હોવા જોઈએ?
- પંતને વિકેટકીપર તરીકે સમાવેશ કરાયો હતો તો વિકેટકિપીંગ કેમ કરાવવામાં આવી ન આવી?
- પંત બેટ્સમેન તરીકે ઉતરી શકે તો શું કાર્તિક બેટ્સમેન તરીકે ન ઉતરી શકે?

વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં પંતે વિકેટ પાછળ ભૂલ કરી હતી પણ આ ભૂલ ત્યારે જ સુધરશે જ્યારે તે વધારને વધારે મેચ રમશે


આ પણ વાંચો - ઇન્સ્ટાગ્રામની માત્ર એક જ પોસ્ટથી 82 લાખ રૂપિયાની કમાણી કરે છે વિરાટ

વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં પંતે વિકેટ પાછળ ભૂલ કરી હતી પણ આ ભૂલ ત્યારે જ સુધરશે જ્યારે તે વધારને વધારે મેચ રમશે. ટેસ્ટમાં જ્યારે પંત વિકેટકિપીંગ કરે છે ત્યારે કાર્તિક ફિલ્ડિંગ કરે છે. ટીમ ઇન્ડિયા પાસે વન-ડેમાં ધોની જેવો સૌથી મજબુત વિકેટકિપર છે પણ ટી-20માં વિકેટકિપરને લઈને બીસીસીઆઈ યુવા અને અનુભવમાં મુંઝવણમાં મુકાઈ છે.જ્યારે પંતને ભવિષ્ય માનવામાં આવે છે તો એક જ વિકેટકિપર બધા ફોર્મેટમાં કેમ ન હોઈ શકે? કે પછી ટ્રેલર છે આવનારી સમસ્યાનું, જ્યારે ધોની આ જવાબદારીથી મુક્ત થશે. આ પછી ટીમ ઇન્ડિયા દરેક ફોર્મેટમાં અલગ-અલગ વિકેટકિપરને અપનાવશે.
First published: November 5, 2018, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading