Home /News /sport /IND vs NZ: સંજુ સેમસનને ટીમ ઇન્ડિયામાં કેમ તક નથી મળી રહી, શિખર ધવને કર્યો ખુલાસો

IND vs NZ: સંજુ સેમસનને ટીમ ઇન્ડિયામાં કેમ તક નથી મળી રહી, શિખર ધવને કર્યો ખુલાસો

ધવને ખુલાસો કર્યો છે કે આખરે કેમ સેમસનને મર્યાદિત ઓવરની ક્રિકેટમાં તકો નથી મળી રહી.

IND vs NZ ODI Series: સેમસનને ન્યૂઝીલેન્ડ સામેની 3 વન-ડે શ્રેણી માટે પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં પણ તેને તક મળે તેવી શક્યતા ઓછી છે.

  નવી દિલ્હી: ટી-20માં ઋષભ પંતના સતત ખરાબ પ્રદર્શન છતાં સંજુ સેમસનને આ ફોર્મેટમાં તકો નથી મળી રહી. ટી-20 વર્લ્ડ કપમાં પણ સેમસન કરતાં પંતને પસંદ કરવામાં આવ્યો હતો. ત્યાં જ ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની ટી-20 શ્રેણીમાં ટીમ સાથે જોડાયા હોવા છતાં સેમસનને એક પણ મેચમાં રમવાની તક મળી નથી. હવે શુક્રવારથી બંને ટીમો વચ્ચે ત્રણ વન-ડે શ્રેણીની શરૂઆત થવા જઇ રહી છે. શિખર ધવનના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા વન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આવી સ્થિતિમાં આ શ્રેણી પહેલા ધવને ખુલાસો કર્યો છે કે આખરે કેમ સેમસનને મર્યાદિત ઓવરની ક્રિકેટમાં તકો નથી મળી રહી.

  શિખર ધવને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેને લઈને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'મોટાભાગના ખેલાડીઓ આ તબક્કામાંથી પસાર થાય છે, જ્યારે પાછલી શ્રેણીમાં સારું પ્રદર્શન કરવા છતાં તેમને આગામી શ્રેણી માટે પ્લેઈંગ-ઈલેવનમાં સ્થાન મળતું નથી. આવી સ્થિતિમાં કોચ અને કેપ્ટને ખેલાડી સાથે વાતચીત કરવી જોઈએ અને સમજાવવું જોઈએ કે શા માટે તેમનું પ્રદર્શન સારૂ હોવા છતાં તેમને ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યા નથી. ત્યારે જ ખબર પડશે કે સેમસન જેવા ખેલાડીઓને શા માટે તક નથી મળી રહી. સમાન્ય રીતે જોવામાં આવે તો આ ફક્ત ટીમના ફાયદાને ધ્યાનમાં રાખીને થાય છે.

  સેમસને આ વર્ષે વન-ડેમાં સારી બેટિંગ કરી હતી

  જો આપણે સેમસનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તેને 7 વર્ષ થઈ ગયા છે. કારણ કે તેણે 2015માં ટી-20 ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ 7 વર્ષમાં તેને માત્ર 16 ટી-20 અને 10 વન-ડે રમી શક્યા. સેમસને 10 વન-ડેમાં 73ની એવરેજથી 294 રન બનાવ્યા છે. ત્યાં જ ટી-20માં પણ તેણે 135ના સ્ટ્રાઈક રેટથી 296 રન બનાવ્યા છે. આમ છતાં આ વિકેટ કીપર બેટ્સમેનને ઋષભ પંતના કારણે વારંવાર નજરઅંદાજ કરવામાં આવે છે.

  આ પણ વાંચો: ‘આગામી સમયમાં ધોલેરામાં વિમાન બનશે’ બાવળામાં પ્રધાનમંત્રીનો વાયદો

  પંડ્યાની જગ્યાએ સેમસનને તક આપવામાં આવી શકે છે

  સેમસનને ન્યૂઝીલેન્ડ સામેની 3 વન-ડે શ્રેણી માટે પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં પણ તેને તક મળે તેવી શક્યતા ઓછી છે. કારણ કે ટીમમાં ઋષભ પંત હાજર છે અને તેને ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝ માટે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તે પ્લેઈંગ-ઈલેવનનો ભાગ બનશે. જોકે, હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં મિડલ ઓર્ડરમાં બેટિંગને મજબૂત કરવાના ઈરાદાથી તેને તક આપવામાં આવી શકે છે.

  આ પણ વાંચો: વિરાટની પોસ્ટ પર ચાહકે લખ્યું કઈક એવું કે કોહલીને આપવો પડ્યો આ જવાબ

  આ વર્ષે સેમસને વન-ડેમાં સારી બેટિંગ કરી હતી. સેમસને આ વર્ષે 9 વન-ડે મેચમાં 2 અડધી સદીની મદદથી 248 રન બનાવ્યા છે. તે 5 મેચમાં નોટઆઉટ પણ રહ્યો છે. તેણે આ વર્ષે વન-ડેમાં નંબર-5 અને 6 પર ઘણી મહત્વપૂર્ણ ઇનિંગ્સો રમી છે. હવે જ્યારે પંડ્યાને વન-ડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે, ત્યારે સેમસન તેની જવાબદારી નિભાવી શકે છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Rishabh pant, Sanju samson, Shikhar dhawan, Team india

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन