ધોનીની બર્થડે પાટીમાં કોહલી, રોહિત જેવા મોટા પ્લેયર ગેરહાજર રહ્યા!

મહેન્દ્રસિંહ ધોની અને રુષભ પંત

રવિન્દ્ર જાડેજા અને બુમરાહ પણ ધોનીની બર્થડે પાર્ટીમાં રહ્યા ગેરહાજર

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : મહેન્દ્ર સિંહ ધોની 38 વર્ષનો થઈ ચૂક્યો છે. 7 જુલાઈ 1981ના રોજ જન્મેલા ધોનીએ આ વખતે ઈંગ્લેન્ડમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 દરમિયાન પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તેના માટે આ જન્મદિવસ ખાસ રહ્યો કારણ કે ભારતે શ્રીલંકાને સરળતાથી 7 વિકેટે હરાવીને ગ્રુપ સ્ટેજ ટોપ કર્યુ અને નંબર-1 તરીકે સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. ધોનીને આ મેચમાં બેટિંગ કરવાની તક ન મળી પરંતુ વિકેટની પાછળ તેણે પોતાની ભૂમિકા નિભાવી. તેણે શ્રીલંકાના 3 બેટ્સમેનોના કેચ પકડ્યા અને એક સ્ટમ્પ આઉટ કર્યો. મેચ બાદ તેણે ટીમ હોટલમાં પરિવારની સાથે જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન સાક્ષી ધોની, દીકરી જીવા, કેટલાક નજીકના દોસ્ત હાજર રહ્યા. ટીમ ઈન્ડિયા તરફથી માત્ર કેદાર જાધવ, હાર્દિક પંડ્યા અને રુષભ પંત જ ધોનીની સાથે જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયા. બાકી કોઈ ખેલાડી આ દરમિયાન જોવા ન મળ્યા. માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકો જ કેક કટિંગ સમયે હાજર રહ્યા.

  ભારતીય ટીમના બાકી ખેલાડી ધોનીની કેક કાપવા દરમિયાન હાજર નહોતા. માનવામાં આવી રહ્યું છે કે મોડી રાત થવાના કારણે અને બીજા દિવસ સવારે સેમીફાઇનલ વેન્યૂ માટે રવાના થવાની તૈયારીના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ધોનીના બર્થડે સેલિબ્રેશનમાં સામેલ ન થયા. શ્રીલંકાની વિરુદ્ધ સદી ફટકારનારો રોહિત શર્માએુ પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, 7 જુલાઈ એટલે કે ધોનીના જન્મદિવસવાળા દિવસે ટ્રાવેલ ડે છે. હાલ તેમને નથી ખબર કે માનચેસ્ટર જઈ રહ્યા છીએ કે બર્મિંઘમ. એ હિસાબથી બસ ડ્રાઇવ દરમિયાન કેક કાપવામાં આવશે.

  જન્મદિવસ ઉજવ્યા બાદ સાક્ષી અને જીવાની સાથે ધોની


  મૂળે, જ્યારે રોહિત પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી રહ્યો હતો, તે સમયે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ ચાલી રહી હતી, ત્યારબાદ જ સેમીફાઇનલની ટીમ લાઇન અપ નક્કી થઈ. તેમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું હતું. એવામાં ઈન્ડિયાની મેચ ન્યૂઝીલેન્ડ સાથે માનચેસ્ટરમાં નક્કી થઈ.

  આ પણ વાંચો, ધોનીએ બર્થડે પર જીવા-પંત સાથે કર્યો ડાન્સ, જુઓ સેલિબ્રેશનના PHOTOS

  એવામાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને યુજવેન્દ્ર ચહલ જેવા મોટા ખેલાડી ધોનીની પાર્ટીમાં જોવા ન મળ્યા. તેમનું ધોનીની બર્થડે પાર્ટીમાં ન આવવું લોકોનું આશ્ચર્યનું કારણ બન્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાની મુસાફરી દરમિયાન બસમાં બીસીસીઆઈ તરફથી કેક કાપવામાં આવશે.

  આ પણ વાંચો, મહેન્દ્ર સિંહ ધોનીના 38મા જન્મદિવસે ICCએ આપી આ શાનદાર ગિફ્ટ
  Published by:Mrunal Bhojak
  First published: