Home /News /sport /કોણ છે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરનાર 17 વર્ષીય રાસિખ સલામ

કોણ છે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરનાર 17 વર્ષીય રાસિખ સલામ

મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ડેબ્યુ કરનાર 17 વર્ષીય રાસિખ સલામ

ટીમે પહેલી મેચમાં એક યુવા ખેલાડી રાસિખ સલામને પ્લેઇંગ ઇલેવનમાં ચાન્સ આપ્યો હતો

    ન્યૂઝ18 ગુજરાતી: મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે આઇપીએલ 2019ની પહેલી મેચ રમી હતી. ટીમે પહેલી મેચમાં એક યુવા ખેલાડી રાસિખ સલામને પ્લેઇંગ ઇલેવનમાં ચાન્સ આપ્યો હતો. રાસિખ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. આઇપીએલમાં ડેબ્યૂ બાદ રાસિખ સોશિયલ મીડિયામાં છવાયો છે.

    કોણ છે રસિખ સલામ?

    17 વર્ષીય રાસિખ સલામ રાઇટ-આર્મ ફાસ્ટ બોલર છે. રાસિખ 145ની ઝડપથી બોલિંગ કરવાની સાથે સ્વિંગ કરાવવાની પણ ક્ષમતા રાખે છે. તે પરવેજ રસુલ અને મંજૂર દાર પછી જમ્મુ-કાશ્મીરનો ત્રીજો ખેલાડી છે, જેની આઇપીએલમાં પસંદગી થઇ છે. ત્યાં જ, પરવેજ રસુલ બાદ તે બીજો ખેલાડી છે જેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયો. રાસિખ દક્ષિણ કાશ્મીરના અશમુજી ગાંવનો રહેવાસી છે.

    મુંબઇ ઇન્ડિયન્સે કેટલામાં ખરીદ્યો?

    મુંબઇ ઇન્ડિયન્સે રાસિખ ખાનને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. રાસિખને ટીમમાં સામેલ કરવાનું મુખ્ય કારણ પોતાની પેસ સ્ટ્રેન્થને મજબૂત કરવાનું હતું.

    આ પણ વાંચો: KKR vs SRH: રસેલની આક્રમક બેટિંગ, કોલકાતાનો શાનદાર વિજય

    રાસિખ સલામ કેવી રીતે ચર્ચામાં આવ્યો?

    યુ-ટ્યુબ પર રાસિખ સલામનો એક વીડિયો છે, જેમાં તે ચાર વિકેટ લેતાં જોવા મળે છે. આ વીડિયો શ્રીનગરમાં વિજય હજારે ટ્રોફીની ટ્રાયલ્સનો હોવાનું કહેવાય છે. આ ચાર વિકેટમાં એક હેટ્રિક સામેલ હતી. જેમાંથી બે બોલ સ્વિંગ થઇને સીધા સ્ટમ્પ્સ પર જાય છે. રાસિખે કૂચ બિહાર ટ્રોફીમાં પણ જબરદસ્ત પર્ફોર્મ કર્યું અને 5 મેચોમાં 19 વિકેટ લીધી હતી.

    કેવી રીતે થઇ પસંદગી?

    2018-19માં જમ્મુ-કાશ્મીર ટીમના કેપ્ટન અને મેન્ટોર ઇરફાન પઠાણે રાસિખને મુંબઇ ઇન્ડિયન્સના ટ્રાયલ્સ માટે મોકલ્યો હતો. 17 વર્ષીય રાસિખે તેની ઝડપ અને ઉછાલથી બેસ્ટમેનોને ચોંકાવ્યા હતા. આઇપીએલની હરાજીમાં મુંબઇ ઇન્ડિયન્સે રાસિખને ખરીદ્યો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Debut, Ipl 2019, Mumbai indians, Who

    विज्ञापन
    विज्ञापन